તપાસ માં નંબર સેશન્સ જજ નો નીકળ્યો.

એક મહિલા PSI ના મોબાઈલ નંબર ઉપર ઇશ્ક લડાવતા મેસેજ આવતા મહિલા PSI બરાબર ભડકયા હતા. તેઓના વોટ્સએપ ઉપર રાત્રે પોણા ત્રણ વાગ્યે મેસેજ આવ્યો હતો જેમાં પહેલા તો ‘GOOD MORNING’ અને બાદ માં ‘MISS YOU DEAR’ અને બાદ માં ‘LOVE YOU TOO’ જેવા ઇશ્ક અંદાજ માં મેસેજ આવતા અમરેલી માં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ એ સવારે આ મેસેજ જોતા વિચારતા થઈ ગયા હતા કે આટલી વહેલી સવારે આ કોણ હશે તેમ વિચારી આ મહિલા પીએસઆઇએ સવારે બે ત્રણ વાર તે નંબર પર કોલ કર્યા હતા પરંતુ સામેની વ્યક્તિએ ફોન ઉપાડયો ન હતો.
દરમિયાનમાં એક કોલ ઉપાડી લેતા કોણ બોલો છો તેમ કહેતા જ કોલ કાપી નાખ્યો હતો. મહિલા પીએસઆઇ પોલીસ સ્ટેશન જઇ સ્ટેશનના મોબાઇલ ફોનથી આ નંબર પર કોલ કર્યો હતો.