રાજકોટના 3 કેન્દ્રમાં UPSCની પરીક્ષા
વડોદરામાં ગરમીના કારણે પરીક્ષા કેન્દ્ર બહાર છાશનું વિતરણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2025માં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટરની 472 જગ્યા માટેની આજે 13 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાઈ હતી. અમદાવાદ, વડોદરા અને સુરતની કુલ 340 સેન્ટરમાં કુલ 1,02,935 ઉમેદવાર પરીક્ષા આપવા પહોંચ્યા હતા. એક જગ્યા માટે 218 દાવેદાર મેદાને છે.આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી હતી. ત્યારે બન્ને પેપર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા.
પ્રથમ પરીક્ષા 9:30થી 12:30 સુધી યોજાઈ હતી, જે ખઈચ આધારિત હતી. તો બીજી પરીક્ષા 3:00થી 6:00 વાગ્યા સુધી લેવામાં આવી હતી. જે પરીક્ષામાં થિયરીના પ્રશ્નો હતા.
ત્રણેય મહાનગરોનાં સેન્ટરોમાં 7:30થી જ બાયોમેટ્રિકના આધારે ઉમેદવારોને પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. બાદમાં 9.45થી કેન્દ્રની અંદર પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ પણ સુરતમાં એક યુવક આવતા પ્રવેશ અપાયો ન હતો. પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવતા પરત ફર્યો હતો.
દૂર શહેરો અને ગામડેથી આવતા ઉમેદવારો માટે વહેલી સવારે પરીક્ષા કેન્દ્ર સ્થળે પહોંચવું શક્ય ન હોવાથી પોતાનાં કેન્દ્રો જે શહેરોમાં આવેલાં છે, ત્યાં રાત્રિના જ ધામા નાખી દીધા હતા. સુરતમાં 1300થી વધુ તો વડોદરામાં 300થી વધુ પરીક્ષાર્થીઓ રાત્રિના જ પહોંચી ગયા હતા. આ પરીક્ષાર્થીઓને રહેવા-જમવાની કોઈ અસુવિધા ન પહોંચે તે માટે આયોજકોએ પણ પૂરતી વ્યવસ્થાઓ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આજેના દિવસે જ રાજકોટનાં 3 કેન્દ્ર પર 800થી વધુ ઉમેદવાર નેશનલ ડિફેન્સ એકેડમી અને કમ્બાઇન ડિફેન્સની પરીક્ષા યોજાઈ હતી.
888 ઉમેદવારની નેશનલ ડિફેન્સ એકેડમી-નેવેલ એકેડમી અને કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસની કસોટીરાજકોટમાં UPSC દ્વારા ગઇકાલે નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવેલ એકેડમી ઉપરાંત કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા સદગુરૂ મહિલા કોલેજ, કણસાગરા કોલેજ અને કેન્દ્રીય વિદ્યાલય એમ ત્રણ કેન્દ્રો પરથી લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં 888 ઉમેદવાર આપી રહ્યાં છે. વિદ્યાર્થીઓને શૂઝ બહાર કઢાવી રૂમાલ પણ તપાસવામાં આવ્યા હતા. એડમિટ કાર્ડ, આધાર કાર્ડ અને બોલપેન સિવાયની વસ્તુઓ બહાર મુકાવવામાં આવી હતી.રાજકોટમાં ઉનાળાનો આંકરો તાપ પડી રહ્યો છે અને તાપમાન પણ 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, તેવામાં આ વખતે પ્રથમ વખત પરીક્ષા દરમિયાન મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવી છે. કોઈ ઉમેદવારને હીટવેવ કારણે ચક્કર આવે કે બ્લડ પ્રેશર લો થઈ જાય તો તે વખતે પ્રાથમિક આરોગ્ય સુવિધા આપી શકાય તે માટે 2 તબીબો રાખવામાં આવ્યાં છે. સદગુરુ મહિલા કોલેજના પરીક્ષા કેન્દ્ર સંચાલક અમિત જોશીએ જણાવ્યું હતું કે, યુપીએસસીની કંબાઇન્ડ ડિફેન્સ સર્વિસની પરીક્ષા અહીંથી લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કડક ચેકિંગ બાદ જ વિદ્યાર્થીઓને એક્ઝામ સેન્ટર ઉપર એન્ટ્રી આપવામાં આવી છે. ઉનાળામાં આકરો તાપ પડી રહ્યો છે, ત્યારે આ વખતે પ્રથમ વખત પરીક્ષા દરમિયાન મેડિકલ ટીમ મૂકવામાં આવી હતી.