પ્રદુષિત પાણી મુદ્દે પોરબંદર અને વેરાવળમાં વિરોધ શરૂ
ગંદુ પાણી દરિયામાં ઠલવાશેતો જીવસૃષ્ટિ માટે વિનાશકારી: સાગર ખેડુની લડાઈમાં ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસોસિએશન
ખાસ-ખબર સંવાદદાતા
જેતપુર કાપડ ટેક્સટાઈલ્સ ઉદ્યોગના પ્રદુષિત પાણી મુદ્દે ત્રણ જિલ્લામાં ઘણા વર્ષોથી વિરોધ જોવા મળી રહ્યો છે જેમાં જૂનાગઢની ઉબેણ નદીમાં પાણી ઠલવાતા નદીનું પાણી પ્રદુષિત થતા નદી કાંઠે આવેલ અનેક ગામોને પીવના પાણી સાથે ખેતી પાક અને આરોગ્યમાં સીધી અસર પડે છે ત્યારે પ્રદુષિત પાણી મુદ્દે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો આંદોલન કરી રહ્યા છે જેમાં જેતપુર કાપડ ઉધોગનું પાણી પોરબંદર દરિયામાં ઠાલવાની યોજનાની વિરોધ પોરબંદર સાગર ખેડુ કરી રહ્યા છે ત્યારે હવે સાગર ખેડુની લડાઈમાં સોમનાથના ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસોસિએશન પણ જોડાયું છે.
- Advertisement -
પોરબંદર એટલે સુદામાપુરી અને આઝાદીના જ્ઞાતા એવા ગાંધીજીનું જન્મસ્થળ છે એવા પોરબંદરના સમુદ્ર કે જેને પિતા તુલ્ય દરિયા દેવ તરીકે પૂજવામાં આવેછે ત્યારે દરિયામાં જેતપુર કાપડ ટેક્સટાઈલ્સ ઉદ્યોગના ગંદા પાણી કે જેને ઝેર કહી શકાય એવા પ્રદૂષિત પાણીના નિકાલ અંગેની તૈયારી ચાલી રહેલ છે. આવા અત્યંત પ્રદૂષિત ગંદા પાણીનો નિકાલ પોરબંદરનાં દરિયામાં કરવામાં આવે તો સમગ્ર જીવસૃષ્ટિ માટે વિનાશકારી સાબિત થશે તથા દરિયો જેમની જીવાદોરી કહેવાય એવા સાગર ખેડૂતોની રોજી-રોટી માટે ખૂબજ ગંભીર પ્રશ્ર્ન ઊભો થશે તેની સાથે દરિયામાં ફિશ ખાનાર વ્યક્તિના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડશે. જેતપુરથી પોરબંદર સુધી પાથરવામાં આવનાર પાઇપલાઈનના સિપેજ દ્વારા ખેડૂતોની જમીન બંજર બની શકે છે ટૂંકમાં પોરબંદર દરિયાઈ જીવસૃષ્ટિ, સાગર ખેડૂતો, કૃષિ ખેડૂતો અને મનુષ્યના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ સમગ્ર ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસોસિએશન દ્વારા પોરબંદરના દરિયામાં જેતપુર કાપડ ઉદ્યોગ દ્વારા પોરબંદર વિસ્તારના ઊંડા સમુદ્રમાં ગંદા પાણીનો નિકાલ અટકાવવામાં આવે જેમને ધ્યાનમાં લઈ તે માટે ૠઋજઅ દ્વારા કેન્દ્ર સરકારના મત્સ્યઉદ્યોગ વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ, રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત, જળસંસાધન મંત્રી કુંવરજી બાવળિયા, વન અને પર્યાવણમંત્રી મુળુ ભાઈ બેરા, મત્સ્યઉદ્યોગ મંત્રી પરષોત્તમભાઈ સોલંકી તેમજ સેન્ટ્રલ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના ઉચ્ચ અધિકારને આવેદન પત્ર સહ ભવિષ્યની ભયાનક અસર વિશે 360 ડિગ્રી રિપોર્ટ પાઠવ્યો છે. આ તકે ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસોસિએશનના પ્રમુખ ધવલભાઈ જુંગી એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ સમસ્યાનો વહેલી તકે સમાધાનકારી ઉકેલ નહિ આવે તો ૠઋજઅ એ ખારવાસમાજ સાથે મળીને નાછૂટકે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સાથે આ પ્રોજેક્ટમાં બંને પક્ષનું ઓચિત્ય જળવાય તે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ વાટાઘાટો માટે પણ ૠઋજઅ પોતાના કમિટી મેમ્બર અને તકનિકી નિષ્ણાતોને મોકલશે એ અંગેની તૈયારી દાખવી છે.
જેતપુર ડાઇંગ ઉધોગનું પ્રદૂષિત પાણી ત્રણ જિલ્લા માટે સમસ્યા
જેતપુરમાં વર્ષોથી ડાઇંગ ઉધોગ ચાલી રહ્યો છે ત્યારે તેના કેમિકલ યુક્ત પાણીનો યોગ્ય નિકાલ નહિ થતા તેની સીધી અસર ચાર જિલ્લામાં જોવા મળી રહી છે જેમાં જેતપુર રાજકોટ જિલ્લામાં આવેલ છે ત્યારે જેતપુર તાલુકામાં પ્રદુષિત પાણી સમસ્યા છે તેની સાથે જૂનાગઢ જિલ્લાની નદીમાં પ્રદુષિત પાણી ઠાલવી દેવામાં આવે ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોને સમસ્યા જોવા મળેછે તેની સાથે હવે પોરબંદરના દરિયામાં પ્રદુષિત પાણી ઠાલવાની યોજનાનો વિરોધ સાગર ખેડૂત સહીત આગેવાનો કરી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગુજરાત ફિશરીઝ વિદ્યાર્થી એસોસિએશન જોડાયું છે ત્યારે ચાર જિલ્લામાં ગંદા પાણી મુદ્દે વિરોધના વંટોળ શરુ થયો છે.