રાજકોટના નાણાવટી ચોક પર લગાવેલી ગેરકાયદે ઝંડીઓ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ ઉતારી દેવાતા મુસ્લિમ સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઇદે મિલાદુન નબીને લઈને મુસ્લિમ સમાજ દ્વારા ઝંડીઓ લગાવવામાં આવી હતી. જોકે દબાણ હટાવ શાખાએ ઝંડીઓ ઉતારતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આથી ગાંધીગ્રામ પોલીસ અને રાજકોટ મનપાની વિજિલન્સ શાખાનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. થોડીવાર તો ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા.
મનપાએ મુસ્લિમ સમાજની ઝંડીઓ ઉતારતા નાણાવટી ચોકમાં વિરોધ, પોલીસે લાઠીચાર્જ કર્યો
You Might Also Like
Follow US
Find US on Social Medias