દેવળીયામાં જીપ્સી સંચાલન મુદ્દે ચાર ગામનો વિરોધ યથાવત
દેવળીયા સફારીમાં જીપ્સી ચાલવા 17 ગામના સમાવેશ સામે વિરોધ
- Advertisement -
જીપ્સી સંચાલનમાં ડ્રો થકી જરૂરિયાતમંદ લોકો રહી જશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એશિયાટિક સિંહોનું અંતિમ સ્થાન એટલે સાસણ ગીર જંગલમાં મુક્ત મને વિહરતા સિંહ પરિવારને જોવા પ્રતિ વર્ષ લાખો પર્યટકો સિંહ દર્શન કરવા આવેછે ત્યારે સિંહ દર્શન માટે ચાલતી જીપ્સી મુદ્દે છેલ્લા ઘણા સમયથી સાસણ જીપ્સી એસોસીએશન અને સાસણ આસપાસના ગ્રામજનો દ્વારા ધમાસાણ ચાલી રહ્યું છે અને આ મેટર હાઇકોર્ટ સુધી પોહચી છે.
સાસણ ગીરના સિંહ સદન ખાતે ગઈકાલ વન વિભાગ દ્વારા દેવળીયા પાર્કમાં જીપ્સી સંચાલન મુદ્દે અલગ અલગ ગામના લોકો માટે ડ્રો સિસ્ટમ યોજવામાં આવી હતી જેનો ચાર ગામના લોકોએ વિરોધ નોંધાવી બહાર નીકળી ગયા હતા જેમાં ભાલછેલ, હરીપુર, ચિત્રોડ અને ભોજદે ગામના લોકોએ ડ્રો સિસ્ટમ બંધ કરો સાથે વોક આઉટ કર્યું હતું અને જણાવ્યું હતું જીપ્સી એવા લોકોને ચલાવા મંજૂરી આપો કે જે ખરેખર જરૂરિયાત મંદ હોય આ ડ્રોમાં ચિઠ્ઠી નાખવામાં આવી તેમાં ખરેખર જે જરૂરિયાત મંદ તેવા લોકો રહી જશે ત્યારે આ ડ્રો સિસ્ટમ માન્ય નથી અને અમારી માંગણી એવી છેકે સાસણ ગીર સેન્ચુરીમાં જીપ્સી ચલાવી જોઈએ તેવી માંગ સાથે ડ્રોનો વિરોધ સાથે સરપંચો અને ગ્રામજનો નીકળી ગયા હતા. સાસણ ગરી આસપાસના ભાલછેલ, હરીપુર, ચિત્રોડ અને ભોજદે ગામના લોકોની લડત સાસણ ગીર સફારીમાં ઓપનમાં જીપ્સી ચાલવી જોઈએ તેવી માંગ સાથે હાઇકોર્ટના દ્વાર ખડાવ્યા છે અને હાઇકોર્ટનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ડ્રો સિસ્ટમ બંધ કરવી જોઈએ આ બાબતે ચાર ગામના લોકો જ્યાં સુધી સાસણ સેન્ચુરીમાં જીપ્સી ચાલવા માટે વન વિભાગ મંજૂરી નહિ આપે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી હાલ તો સાસણ જીપ્સી એસો.અને આસપાસના ગ્રામજનો વચ્ચે જીપ્સી સંચાલન મુદ્દે આમને સામાને લડતના મંડાણ થયા છે. સાસણ ગીરમાં 150 જીપ્સી ચાલી રહી છે તેમાં માત્ર સાસણની 75 જીપ્સી ચાલી રહી છે તેની સાથે દેવળીયા સફારી પાર્કમાં પણ જીપ્સી ચાલી રહી છે ત્યારે રોજીરોટીના પ્રશ્ર્ને આસપાસ ગ્રામજનો અને સરપંચોએ વન વિભાગ સામે લડત શરુ કરી છે.
- Advertisement -
સાસણ ગીરમાં મોટા ઉદ્યોગ ન હોવાને કારણે રોજીરોટીનો પ્રશ્ર્ન
સાસણ ગીર એક માત્ર આસપાસના ગ્રામજનો પ્રવાસીઓની અવાક પર વધુ નિર્ભર છે કારણકે સાસણ આસપાસ કોઈ મોટા ઉદ્યોગ નથી માત્ર હોટલ અને સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓ ઉપર નિર્ભર રેહવું પડે છે ખેતી છે પણ જરૂરિયાત મંદ લોકો પાસે ખેતી નથી અને હોટેલો છે તેમાં મોટા અને શ્રીમંત લોકો પાસે છે તેને જીપ્સી સંચાલનમાં કોઈ રસ નથી ત્યારે માત્ર પ્રવસીઓ પર નિર્ભર રેહનાર લોકો માટે જીપ્સી સંચાલન મુદ્દે વન વિભાગે યોગ્ય નિર્ણય કરીને આસપાસ ના ચાર ગામનો સમાવેશ કરીને સંતોષ કારક નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.