ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના નાની વાવડી ગામ નજીક આવેલ હરિપાર્ક સોસાયટીમાં રહેતા વિનોદભાઈ કુંભાભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં તાળા તોડી પ્રવેશ કરીને તસ્કરો સોનાનો સેટ, કાનની બુટી, ગળામા પહેરવાનો હાર, ગળામા પહેરવાનો સોનાનો ચેન, સોનાનુ પેંડલ, સોનાની વીંટી નંગ ત્રણ, ચાંદીના સાંકળા, ચાંદીની લકી, મંગળ સુત્ર, સોનાનુ પેંડલ, ચાંદિનો ઝુડો, કાનમા પહેરવાની સોનાની બુટી તથા રોકડા રૂપીયા 1,05,000 મળી કુલ રૂપિયા 3,67,750 ના મુદામાલ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જેથી આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના નાની વાવડીમાં બંધ મકાનમાંથી 3.67 લાખના મુદામાલની ચોરી
