3 મિલકતને ટાંચમાં લીધી, 2.45 લાખની સ્થળ પર વસૂલાત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મિલકત ધરાવતા અનેક આસામીઓએ લાંબા સમયવેરાની ભરપાઇ કરી ન હતી. પરિણામે આવા મિલકત ધારકોની મિલકતોને સીલ મારવા કમિશનર ડો.ઓમ પ્રકાશે સુચના આપી હતી જેને પગલે નાયબ કમિશનર એ.એસ.ઝાપડા અને ડી.જે.જાડેજાના માર્ગદર્શનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કિશન એપાર્ટમેન્ટ, ઓમકાર, હરદ્રાર સોસાયટી,આંબાવાડી ફલેટ, નંદકિશોર એપાર્ટમેન્ટ,શ્યામ કિરણ એર્પામેન્ટ, શ્રીનાથ માર્કેટ, માંગનાથ રોડ તેમજ વણઝારી ચોક સહિતના વિસ્તારોમાં આવેલ 15 જેટલી મિલકતોના આસામીઓએ લાંબા સમયથી વેરાની ચુકવણી કરી ન હતી. આ 15 મિલકતો મળી વેરાની રકમ 5,37,183 થતી હતી.
- Advertisement -
જયારે 3 મિલકતોને સીલ મારી દીધુ છે. દરમિયાન મિલકત સીલ અને ટાંચની કાર્યવાહીથી બચાવ 3 આસામીઓએ સ્થળ પર જ બાકી વેરાની 1,84,401ની રકમની ભરપાઇ કરી હતી હતી. મિલકતોને સીલ મારવાની કાર્યવાહી ઓસિસ્ટન્ટ કમિશનર ટેક્ષ કલ્પેશ ટોલીયા, હાઉસ ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ વિરલ જોષી તેમજ જોષીપરા ઝોનલ ઓફીસર નીતુબેન વ્યાસ દ્વારા કરવામાં આવી હતી.



