રીયલ એસ્ટેટની જાહેરાતોના નિયમોમાં ફેરફાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) દ્વારા બિલ્ડરો માટે પોતાના પ્રોજેક્ટની જાહેરાત દર્શાવવાના નિયમોમાં ઘરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે તો સોશિયલ મિડીયા જાહેરાતોમાં પણ રેરાની વિગતો ક્યુ આર કોડ સહિત દર્શાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. એટલુ જ નહિ રેરાની વિગત પ્રોજેક્ટમાં ક્યાં દર્શાવવી અને તેના ફોન્ટ કેટલા રાખવા તે બાબતે પણ તલસ્પર્શી નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. આ નિયમોનું ફરજીયાતપણ પાલન કરવા માટે તાકિદ કરવામાં આવી છે નહિતર બિલ્ડર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકિદ કરવામાં આવી છે. ગુજરાત રેરાના સત્તાવાર સૂત્રો તરફથી જાણવા મળતી વિગતો મુજબ પ્રમોટર દ્વારા આપવામાં આવતી જાહેરાતોમાં રેરા નંબર તથા રેરા વેબસાઈટનું યુઆરએલ કઈ રીતે એને ક્યાં પ્રદર્શિત કરવા તે અંગે કોઈ સ્પષ્ટતા છે નહીં. તેથી જાહેરાતમાં તેનો ઉલ્લેખ ગમે ત્યાં ગમે તે જગ્યાએ અને ગમે તે ફોન્ટ સાઈઝમાં પ્રદર્શિત કરવામાં આવે છે.
- Advertisement -
જેથી રસ ધરાવતી કોઈપણ વ્યક્તિને પ્રોજેક્ટ સંબંધીત માહિતી સરળતાથી મળી રહે તે હેતુ સિદ્ધ થતો નથી. માટે રેરા રજીસ્ટ્રેશન નંબર, રેરા વેબસાઈટ નો યુઆરએલ તથા રેરા રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ માં આપેલ ક્યુઆર કોડ જાહેરાતમાં ચોક્કસ જગ્યાએ જ આપવામાં આવે તે ઇચ્છનીય છે. જેથી રસ ધરાવતી વ્યક્તિ તેના ઉપરથી પ્રોજેક્ટ સંબંધિત માહિતી વેબ પેજ ઉપર સરળતાથી મેળવી શકે. વધુમાં પ્રોજેક્ટની જાહેરાતનો હાલનું રજીસ્ટ્રેશન નંબર ઘણી બધી વિગતોને સાંકળી લેતો હોવાથી ખૂબ લાંબો બની જાય છે. તેથી તેને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમોથી થતી જાહેરાતોમાં દર્શાવવું હેતુ પૂર્ણ અને વ્યવહારુ બનતું નથી. તેથી પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન નંબરમાં સમાવિષ્ટ આઠ અથવા 12 ડિજિટ નો યુનિક નંબર જેનો ઉપયોગ કરી વેબસાઈટ ઉપર પ્રોજેક્ટ ની માહિતી જોઈ શકાય તેમ હોય ફક્ત યુનિક રેરા રજીસ્ટ્રેશન નંબર, રેરા વેબસાઈટની લીંક, અને પ્રમોટર વચ્ચેના મહત્વના દસ્તાવેજી પુરાવો જેવા બ્રોશર કે બુકિંગ ફોર્મ એલોટમેન્ટ લેટર તથા પ્રમોટર દ્વારા કરવામાં આવતી જાહેરાતોમાં દર્શાવવામાં આવે તે સ્ટેક હોલ્ડર્સને ક્યુઆર કોડના માધ્યમથી પ્રોજેક્ટના વેબ પેજ પરથી જરૂરી માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ શકે તે માટે એક હુકમ કરવામાં આવ્યો છે. તા.15 જૂનથી અમલમાં આવનાર આ હુકમના મહત્વના મુદ્દાઓ આ મુજબ છે. રેરા એક્ટની જોગવાઈ મુજબ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ બાબતે કોઈપણ માધ્યમમાં કરવામાં આવતી જાહેરાતોમાં પ્રોજેક્ટનો યુનિક રજીસ્ટ્રેશન નંબર, રેરા રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલ કોડ, અને રેરા વેબસાઈટ ની યુઆરએલ અચૂક દર્શાવવાના રહેશે. પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલ નંબર પૈકી ફક્ત યુનીક નંબર દર્શાવવાનો રહેશે. પ્રોજેક્ટની જાહેરાત કે પ્રોજેક્ટ સંબંધિત પ્રચાર સામગ્રી જેવી કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી કરવામાં આવતી જાહેરાતોમાં પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન નંબર અને વેબસાઈટ સરળતાથી વાંચી શકાય તે હેતુથી કોન્ટેક્ટ ડીટેલ જેટલા કે તેથી મોટા સાઈઝમાં ફોન દર્શાવવાના રહેશે.
આ હુકમમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રેરા સંબંધી વિગતો માટે દરેક જાહેરાતમાં ક્યુ આર કોડ નો બ્લોક બનાવવાનો રહેશે, આ બ્લોક ની સાઈઝ અને લખાણ સરળતાથી વાંચી શકાય તેટલી રાખવાની રહેશે. આ બાબતનું નમૂનો પણ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. પ્રમોટર દ્વારા આપવામાં આવતી કોઈપણ જાહેરાતોમાં રહેલા સંબંધિત વિગતો દર્શાવતા બ્લોકનું સ્થાન જાહેરાતમાં જમણી બાજુએ ઉપરના ખૂણામાં રાખવાનો રહેશે. જાહેરાતમાં જો એક કરતાં વધુ પાના હોય તો તેના પ્રથમ પાના ઉપર જમણી બાજુએ ઉપરના ખૂણામાં આવી વિગતો આપવાની રહેશે. તમામ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધ કરવામાં આવતી જાહેરાતમાં સંબંધિત વિગતો દર્શાવતા બ્લોકનું સ્થાન જાહેરાતના અંતમાં સંપૂર્ણ સ્ક્રીન કવર થાય તે રીતે લઘુત્તમ 3 સેક્ધડ સુધી થાય તે મુજબ રાખવાનું રહેશે. વિડીયો દ્વારા કરવામાં આવતી જાહેરાતમાં રહેલા સંબંધિત વિગતો દર્શાવતા બ્લોકને ઓછામાં ઓછા ત્રણ સેક્ધડ સુધી સ્ક્રીન પર પ્રદર્શિત થાય તે પ્રમાણે જાહેરાત સામગ્રી એટલે કે વિડીયો કોન્ટેન્ટ તૈયાર કરવાનું રહેશે. એલઓટીને આપવામાં આવતા બ્રોશર બુકિંગ ફોર્મ અને લેટરમાં રેરા સંબંધિત વિગતો દર્શાવવાના બ્લોકને જમણી બાજુ ઉપરના ખૂણામાં અવશ્ય દર્શાવવાનું રહેશે.
ઓડિયો દ્વારા કરવામાં આવતી જાહેરાતમાં ફક્ત યુનિક નંબર બોલવાનો રહેશે. આ પ્રમાણે યુનિક એટલે કે ટૂંકો રજીસ્ટ્રેશન નંબર માત્ર પ્રોજેક્ટની કોઈપણ માધ્યમથી કરવામાં આવતી જાહેર સમયે જ ઉપયોગમાં લઈ શકાશે, તે સિવાય કોઈ પણ દસ્તાવેજ આધારોમાં સમગ્ર રજીસ્ટ્રેશન નંબરનો જ ઉપયોગ કરવાનો રહેશે. ઉપરોક્ત સૂચના બદલ પ્રોજેક્ટના પ્રમોટર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
તમામ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધ કરવામાં આવતી જાહેરાતમાં સંબંધિત વિગતો દર્શાવતા બ્લોકનું સ્થાન જાહેરાતના અંતમાં સંપૂર્ણ સ્ક્રીન કવર થાય તે રીતે લઘુત્તમ 3 સેક્ધડ સુધી રાખવાનું રહેશે