- શિખ ફોર જસ્ટીસ દ્વારા 4 જૂનના આયોજીત કાર્યક્રમને મેસોનીક સેન્ટરે જ બુકીંગ રદ કર્યુ
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની ઓસ્ટ્રેલિયા મુલાકાત સમયે સીડની સહિતના શહેરોમાં હિન્દુ મંદિરો પર હુમલા અંગે સખ્ત નારાજગી વ્યક્ત કરી હતી અને ભારત કોઈપણ રીતે આ પ્રકારના હુમલાને સહન કરી લેશે નહી તેવી સ્પષ્ટ વાત કરી હતી જેનો પડઘો પડયો છે અને ઓસ્ટ્રેલિયન સરકારે ખાલીસ્તાની સમર્થકોના એક આયોજનને મંજુરી આપવાનો ઈન્કાર કરતા સમગ્ર કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.
શીખ ફોર જસ્ટીસ દ્વારા સીડનીના મેસોનીક સેન્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું અને તેમાં ભારત વિરોધી ભાષણો થશે તેવા સંકેત હતા. તા.4 જૂનના આ કાર્યક્રમ આયોજીત કરવા માટે અપાયેલી મંજુરી રદ કરવામાં આવી છે અને આ સંગઠનને પણ ભારત વિરોધી પ્રવૃતિ સામે ચેતવણી અપાઈ છે. સીડની મેસોનીક સેન્ટર દ્વારા ખુદ પણ બુકીંગ રદ કરવાની જાહેરાત કરાઈ છે.
- Advertisement -
આમ શ્રી મોદીએ ગત સપ્તાહે જ જે રીતે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સમક્ષ તેમના દેશમાં હિન્દુ મંદિરો અને ખાસ કરીને સ્વામીનારાયણના મંદિરો પર થતા હુમલામાં નારાજગી વ્યક્ત કરી તેનો પડઘો પડયો છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધોમાં આ પ્રકારના આયોજનો તેમજ મંદિરો પર હુમલા એ સ્થાનિક ભારતીય સમુદાયે પણ સ્વીકાર્ય ગણ્યા ન હતા.