ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભગવદ્ જયંતિ નિમિત્તે ભગવદ્ ગીતા નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકોએ મળી 2600 થી વધારે સંખ્યામાં ભાગ લીધો જેના વિજેતાઓનો સત્કાર સમારોહ – તારીખ 11/12/2024 બુધવારે સમય 5:30 થી 7:30 દરમ્યાન આત્મીય યુનિવર્સિટીમાં યોજાયો.
- Advertisement -
સંસ્કૃતિ આર્ય ગુરુકુળમ્ દ્વારા આયોજિત ભગવદ્ ગીતા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘરે ઘરે જ નહિ પરંતુ, રૂમે રૂમે પંહોચેલી ગીતા સુધી યુવાનો પંહોચી શકે, ગીતાના વિચારોને જાની શકે તે માટે, આ સ્પર્ધાની શરૂઆત વારાણસીમાં પરમ પૂજ્ય વિશ્વનાથ ગુરૂજીએ કરેલ હતી. આ સ્પર્ધામાં તેમનો હેતુ અતિપવિત્ર હતો કે ગીતાના પવિત્ર વિચારોનું સાનિધ્ય અને સામીપ્ય આ બહાને લોકો અનુભવે કારણ કે, કોઈ નિમિત્ત હોય તો લોકો કઇંક ને કઇંક કરવા માટે પ્રેરિત થાય છે. 1990 થી શરૂ થયેલી આ સ્પર્ધાને આજે 3 દાયકા કરતાં વધારે સમય થયો છે. રાજકોટમાં પણ આ સ્પર્ધાનું આયોજન ત્રીજીવાર કરવામાં આવ્યું હતું. પ્રથમ સ્પર્ધાનું આયોજન વર્ષ 2018માં, બીજી સ્પર્ધાનું આયોજન વર્ષ 2021 માં તથા ત્રીજીવાર આ વર્ષે 2024માં આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ ની પ્રચારક ટીમ દ્વારા બૌદ્ધિક-લોકોનો સંપર્ક કરી, કોલેજ-યુનિવર્સિટીમાં મળી યુવાનો સુધી સંદેશ પંહોચાડવા માટે સંપર્ક અભિયાન શરૂ કર્યું. ત્યારબાદ આયોજક ટીમ દ્વારા કાર્યક્રમનું આયોજન, ઈનામ-સર્ટીફીકેટ વિતરણની વ્યવસ્થા સંભાળવામાં આવી, તેમજ નિરીક્ષકોની ટીમ દ્વારા 2600થી વધારે નિબંધોનું 15 દિવસની જહેમતમાં અંતે 12 લોકો દ્વારા નિરીક્ષણ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું.
સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ટોટલ – 2654 નિબંધો પ્રાપ્ત થયા હતા જેમાંથી, ઘક્ષહશક્ષય ગુજરાતીમાં – 1110, હિન્દીમાં – 340, સંસ્કૃતમાં – 31 અને અંગ્રેજીમાં – 401 જેટલા નિબંધો મળી 1854 તેમજ ઘરરહશક્ષય કોપી સ્વરૂપે 800 નિબંધો પ્રાપ્ત થયા, તે રીતે ટોટલ 2654 નિબંધો પ્રાપ્ત થયા હતા.
રાશિના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. તેમાં પ્રથમ ક્રમાંકને અતિથિ વિશેષ તરીકે આવેલા શિક્ષણઋષિ ગિજુભાઈ ભરાડ દ્વારા, દ્વિતીય ક્રમાંકને કિશોરભાઇ કોટેચા દ્વારા, તૃતીય ક્રમાંકને ફાલ્કન ગ્રૂપના કમલનયનભાઈ સોજીત્રા દ્વારા ચોથા ક્રમાંકને ઘક્ષહશક્ષય દ્વારા તેમજ પાંચમા ક્રમાંકને અશોકભાઇ કકકડ દ્વારા સર્ટીફિકેટ સાથે ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય આશ્વાસન ઇનામો સત્સંગીઓ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ જે લોકો સ્પર્ધામાં પંહોચી શક્યા ન હતા, તેઓને ઇનામો તેમજ સર્ટીફિકેટ કુરિયર દ્વારા પંહોચાડવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી. આત્મીય યુનિવર્સિટીના ઓડિટોરિયમ નંબર – 1 માં કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ ના બાળકો દ્વારા ગીતા મહાત્મય – પંદરમાં અધ્યાયનું પારાયણ કર્યું ત્યારબાદ, જિજ્ઞાસાબહેન ગુરુમાંએ કાર્યક્રમનું સંચાલન કર્યું. ત્યારબાદ સ્પર્ધાનો હેતુ તેમજ મહત્વ આચાર્ય મેહુલભાઈએ સમજાવ્યું. તેમજ ત્યારબાદ જેમણે ભગવદ્ ગીતા જ નહિ પરંતુ ઉપનિષદો, અધ્યાયો કંઠસ્થ છે તેવા પ્રજ્ઞાચક્ષુ ઉત્તમભાઈ મારૂનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. તેમજ પ્રથમ ક્રમાંક પર આવેલ સ્પર્ધકે પોતાને મળેલ ધનરાશી પ્રજ્ઞાચક્ષુ ઉત્તમ મારૂને એનાયત કરી.
- Advertisement -
તેમાથી વિદ્યાર્થીઓની કેટેગરીમાં 1 થી 5ની વિજેતા શ્રેણીમાં અનુક્રમે 11 હજાર, 9 હજાર, 7 હજાર, 5 હજાર, અને 3 હજાર રાશિ એનાયત કરવામાં આવી તેમજ, અન્ય કેટેગરીમાં પણ 1 થી 5ની વિજેતાઓને અનુક્રમે 11 હજાર, 9 હજાર, 7 હજાર, 5 હજાર, અને 3 હજારની રાશિના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. તેમાં પ્રથમ ક્રમાંકને અતિથિ વિશેષ તરીકે આવેલા શિક્ષણઋષિ ગિજુભાઈ ભરાડ દ્વારા, દ્વિતીય ક્રમાંકને કિશોરભાઇ કોટેચા દ્વારા, તૃતીય ક્રમાંકને ફાલ્કન ગ્રૂપના કમલનયનભાઈ સોજીત્રા દ્વારા ચોથા ક્રમાંકને ઘક્ષહશક્ષય દ્વારા તેમજ પાંચમા ક્રમાંકને અશોકભાઇ કકકડ દ્વારા સર્ટીફિકેટ સાથે ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય આશ્વાસન ઇનામો સત્સંગીઓ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ જે લોકો સ્પર્ધામાં પંહોચી શક્યા ન હતા, તેઓને ઇનામો તેમજ સર્ટીફિકેટ કુરિયર દ્વારા પંહોચાડવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી. આત્મીય યુનિવર્સિટીના ઓડિટોરિયમ નંબર – 1 માં કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ ના બાળકો દ્વારા ગીતા મહાત્મય – પંદરમાં અધ્યાયનું પારાયણ કર્યું ત્યારબાદ, જિજ્ઞાસાબહેન ગુરુમાંએ કાર્યક્રમનું સંચાલન કર્યું. ત્યારબાદ સ્પર્ધાનો હેતુ તેમજ મહત્વ આચાર્ય મેહુલભાઈએ સમજાવ્યું. તેમજ ત્યારબાદ જેમણે ભગવદ્ ગીતા જ નહિ પરંતુ ઉપનિષદો, અધ્યાયો કંઠસ્થ છે તેવા પ્રજ્ઞાચક્ષુ ઉત્તમભાઈ મારૂનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. તેમજ પ્રથમ ક્રમાંક પર આવેલ સ્પર્ધકે પોતાને મળેલ ધનરાશી પ્રજ્ઞાચક્ષુ ઉત્તમ મારૂને એનાયત કરી.