બે લોકસભા – 46 ધારાસભા બેઠકોની પેટાચૂંટણીમાં ટ્રેન્ડ
રાજસ્થાનની ચારેય બેઠકોમાં ભાજપને સરસાઈ : બિહારની ચાર બેઠકમાં ચાર પક્ષોને 1 – 1 માં લીડ: ઉતરાખંડમાં ભાજપ આગળ
- Advertisement -
કેરળની વાયનાડ બેઠક પરથી કોંગ્રેસનાં સીનીયર નેતા પ્રિયંકા ગાંધીને પ્રારંભીક નોંધપાત્ર લીડ મળી છે. જયારે ઉતર પ્રદેશમાં 9 માંથી 6 બેઠકોમાં ભાજપે સરસાઈ છે. મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી સામે દેશમાં બે લોકસભા તથા 13 રાજયોની 46 ધારાસભા બેઠકો પર પણ પેટાચૂંટણી યોજવામાં આવી હતી.
તેમાં કેરળનાં વાયનાડની રાહુલ ગાંધીએ ખાલી કરેલી લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. પ્રારંભીક ટ્રેન્ડ પ્રમાણે વાયનાડ બેઠક પર પ્રિયંકા ગાંધીને નોંધપાત્ર સરસાઈ હતી અને જીતના માર્ગે આગળ હતા. આ સિવાય લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવ બાદ ઉતરપ્રદેશની 9 વિધાનસભા બેઠકો પર મીટ હતી. પ્રારંભીક ટ્રેન્ડ પ્રમાણે 9 માંથી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારોને સરસાઈ હતી જયારે બેમાં સમાજવાદી પક્ષનાં ઉમેદવારને લીડ હતી. બિહારમાં ચાર બેઠકોની પેટા ચૂંટણીમાં જેડીયુ, ભાજપ, આરજેડી તથા બસપાના એક એક ઉમેદવારને સરસાઈ હતી. રાજસ્થાનમાં ચારેય બેઠકોમાં એનડીએનાં ઉમેદવારોને પ્રારંભીક સરસાઈ હતી ઉતરાખંડમાં કેદારનાથ વિધાનસભા બેઠકમાં પણ ભાજપને લીડ હતી.
કેરળમાં વાયનાડ લોકસભા બેઠક પર કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધી આગળ હોવા છતાં વલસાડ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને સરસાઈ હતી.
- Advertisement -
ભાજપ નવ્યા હરિદાસને હરાવીને પ્રિયંકાની જીત
ભાજપે પ્રિયંકાની સામે નવ્યા હરિદાસને ટિકિટ આપી હતી. તેઓ ભાજપ મહિલા મોરચાના પ્રદેશ મહાસચિવ છે. તેમજ કોઝિકોડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે વખત કાઉન્સિલર અને બીજેપી કાઉન્સિલર પાર્ટીના નેતા પણ રહ્યા છે. તેમણે 2021ની વિધાનસભા ચૂંટણીમાં કોઝિકોડ દક્ષિણ બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી, જો કે તે હારી ગયા હતા.
આ વખતે વાયનાડમાં લગભગ 65 ટકા મતદાન થયું છે. એપ્રિલમાં જ્યારે રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે 74 ટકા મતદાન થયું હતું. તે જ સમયે, 2019 લોકસભા ચૂંટણીમાં, અહીં 80 ટકાથી વધુ મતદાન થયું હતું.