પ્રિયંકા ચોપરા હાલ જ યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને મળી હતી અને તેને તેના ઇન્ટરવ્યુની ઘણી તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે.
આ સાથે જ પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી નોટ લખી હતી અને હાલ એ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં પ્રિયંકાએ તેના અમેરિકામાં વોટના અધિકારની વાત કરતાં કહ્યું હતું કે, ‘હું અમેરિકામાં વોટ નથી કરતી, મારા પતિ કરી શકે છે અને એક દિવસ મારી દીકરી પણ કરશે.’ જણાવી દઈએ કે પ્રિયંકાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે અને બંનેની માલતી મેરી ચોપરા જોનાસ નામની એક દીકરી છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
અમેરિકામાં વોટ નથી કરતી પ્રિયંકા
પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે કેવી રીતે ભારતમાં મહિલાઓ પ્રધાનમંત્રી તરીકે ઈન્દિરા ગાંધીને અને વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ને જોયા છે, જેમણે ‘સૌથી વધુ ચૂંટાયેલા હોદ્દા’ સંભાળ્યા છે પણ અમેરિકામાં લોકોએ હજુ સુધી આ નથી જોયું. કમલા હેરિસ અને પ્રિયંકા ચોપરા વોશિંગ્ટન ડીસીમાં ડેમોક્રેટિક નેશનલ કમિટી (ડીએમસી) વિમેન્સ લીડરશિપ ફોરમમાં આ વિશે ઘણી વાતો કરી હતી. સાથે જ પ્રિયંકા બોલી હતી કે ‘હું આ દેશમાં મત નથી આપી શકતી, મારા પતિ કરી શકે છે અને એક દિવસ મારી પુત્રી પણ કરશે.’
મહિલાઓને જાગૃત કરવા માટે આપી સ્પીચ
આગળ તેને કહ્યું હતું કે “છેલ્લા બે વર્ષોમાં, માનવતાએ કેટલાક સૌથી મોટા પડકારોનો અનુભવ કર્યો છે અને એ આપણે લાઈફટાઈમ જોઈશું. આપણે સ્થિરતા અને પ્રગતિની જરૂર છે અને અમેરિકામાં નવેમ્બર 8ની ચૂંટણી શરૂ થાય છે. નાગરિક પ્રક્રિયાનો હિસ્સો બનવા અને મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે દરેક લોકોની પોતાની ભૂમિકા છે, ખાસ કરીને સ્ત્રીઓને કારણ કે આપણે આપણા અધિકારોનું ધ્યાન રાખવા માટે સક્રિયપણે સામેલ થવાની જરૂર છે.”
View this post on Instagram
પ્રિયંકા ચોપરા આ ફિલ્મોમાં જોવા મળશે
જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા હાલ ‘એન્ડિંગ થિંગ્સ’ અને ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ જેવા ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને રુસો બ્રધર્સ દ્વારા નિર્મિત પ્રાઇમ વિડિયો સિરીઝ ‘સિટાડેલ’માં રિચાર્ડ મેડન સાથે પણ દેખાશે. આ સિવાય તે આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ માં પણ કામ કરી રહી છે.