આણંદના આસોદર સ્કૂલના પ્રવાસની બસને અકસ્માત નડ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વંથલી નજીક ગુરુકુળ પાસે સાંજના સમયે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ખાનગી ટ્રાવેલ્સની મીની બસના ચાલકે એક બાઈક ચાલાકને બચાવવા જતા મીની બસ ડિવાઈડર કૂદીને રોંગમાં જતા સામેથી આવતી સ્કૂલ બસ સાથે ધડાકા ભેર અથડાઈ હતી જેમાં એક કારનો પણ અકસ્માત થયો હતો.
આ અકસ્માત વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ પાસે હાઇવે પર થયો હતો આ વિચિત્ર અકસ્માતમાં જૂનાગઢથી ખાનગી ટ્રાવેલ્સની બસ આડે એક બાઈક ચાલક ઉતરતા મીની બસ ચાલકે તેને બચાવા જતા મીની બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ પર જતા સોમનથથી આવતી આંણદ જિલ્લાના આસોદર ગામની સ્કૂલ બસ સાથે ધડાકા ભેર અથડાતા તેમાં એક કારનો પણ અકસ્માત થયો હતો આ ટ્રિપલ અકસ્માતમાં આસોદર ગામના સ્કૂલના વિદ્યાર્થી સવાર હતા આ અકસ્માતમાં કુલ 24 વિદ્યાર્થી સહીત 31ને ઇજા પોહચતા 108 ની પાંચ એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે પોહચી હતી અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થી સહિતના લોકોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં એક વિદ્યાર્થીનીને ગંભીર ઇજા થતા તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ આ અકસ્માતની જાણ વંથલી પોલીસને થતા તુરંત ઘટના સ્થળે પોહચી ટ્રાફિક જામ હટાવ્યો હતો અને અકસ્માત ક્યાં કારણોસર થયો તે દિશામાં વધુ તપાસ સારું કરી છે.