ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત માતાના સપૂત અને વિશ્વ કક્ષાએ પ્ર:થાપિત નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ તા. 17 સપ્ટેમ્બરે 75માં વર્ષમાં પ્રવેશ કરશે. ગુજરાતના આ પનોતા પુત્રના યશસ્વી જન્મદિવસને અમૃત મહોત્સવ તરીકે ઉજવાશે, તેમ સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું. રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદી પ્રજાના હૃદયમાં બિરાજમાન છે અને વિશ્વને સ્થિર-શક્તિશાળી નેતૃત્વ આપનાર પુરુષાર્થિ વડાપ્રધાન તરીકે અનોખી ઓળખ ધરાવે છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી રાજ્યને ઉન્નતિના શિખરે પહોંચાડ્યું હતું. 2014થી પ્રધાનમંત્રી પદે રહી તેમણે ભારતને વૈશ્વિક સ્તરે સન્માન અપાવ્યું છે. તેમના દીર્ઘાયુ માટે રાજુભાઈ ધ્રુવે શુભકામનાઓ પાઠવી હતી.



