વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20ના 48માં શિખર સંમેલ્લનમાં સામેલ થવા માટે જર્મનીના મ્યૂનિખમાં પહોંચ્યા છે. જર્મનીના મ્યૂનિખમાં આજે થનારી G-7 દેશોની બેઠકમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. આ દરમ્યાન તેઓ પર્યાવરણ, જળવાયુ પરિવર્તન સહિતના કેટલાય મહત્વના મુદા પર ચર્ચા કરશે. આ પહેલા રવિવરના તેમણે મ્યૂનિખમાં પહેોચીને ભારતીય મૂળના લોકોની સાથે મુલાકાત કરી હતી તેમજ તેમને સંબોધિત કર્યા હતા.
- Advertisement -
જર્મનીના મ્યૂનિખ પહોંચીને વડાપ્રધાન મોદીએ રવિવારના રોજ ભારતીય સમુદાયને સંબોધિત કર્યા. આજે તેઓ G-7ની બેઠકમાં ભાગ લેશે અને G-7 દેશોના રાષ્ટ્રધ્યક્ષો સાથે અલગ-અલગ મુલાકાત કરશે. દુનિયાની 7 મોટી સૌથઈ મોટી અને વિકસિત અર્ષવ્યવસ્થાવાળા દેશોને સંગઠનોની બેઠકમાં વડાપ્રધાન મોદી વૈશ્વિક પર્યાવરણ પરિવર્તનની સાથે થઇ રહેલા જળવાયુ પરિવર્તન પર ચર્ચા કરશે અને ઉર્જાને લઇને પોતાના એક્શન પ્લાન રાખશે.
આતંકવાદના મુદા પર કરશે ચર્ચા
વડાપ્રધાન મોદી G-7 દેશોના રાષ્ટ્રધ્યક્ષો સાથે મુલાકાત દરમ્યાન ખાદ્ય સુરક્ષા, સ્વાસ્થય સંબંધી વિષય પર ચર્ચા કરી શકે છે, અને આતંકવાદ જેવા વૈશ્વિક મુદા પણ ઉઠાવશે. જર્મીનીના મ્યૂનિખમાં વડાપ્રધાન મોદી આજે G-7 દેશોની બેઠકમાં સમાવેશ થનાર સદસ્ય દેશોના રાષ્ટ્રધ્યક્ષો અને આમંત્રિત સદસ્ય દેશોના નેતાઓની સાથે મુલાકાત કરી દ્વિપક્ષી સંબંધો પર ચર્ચા કરશે.
ભારતીય સમુદાયના લોકોને કર્યા સંબોધિત
આ પહેલા ભારતીય સમુદાય સાથેની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ તેમના સ્વાગતમાં હાજર રહેનાર દરેકમાં ભારતની સંસ્કૃતિ, એકતા અને ભાઇચારાની લાગણીના દર્શન કરી રહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે, આજે ભારતના દરેક ગરીબને 5 લાખ રૂપિયાની મફ્ત સારવારની સુવિધા મળશે. કોરોનાના આ સમયમાં ભારત છેલ્લા બે વર્ષથી 80 કરોડ ગરીબોને મફ્ત અનાજ પુરૂ પાડયું છે.