વડાપ્રધાનએ રાજકોટમાં રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપી છે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના મહેમાન બની સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો જ થનગનાટ જોવા મળ્યો હતો. PM રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આપને જણાવીએ કે, પ્રધનામંત્રીએ એરપોર્ટનાં ટર્મીનલ બિલ્ડીંગનું નિરિક્ષણ કરી લોકાર્પણ કર્યું છે તેમજ તેઓ બાયરોડ રેસકોર્ષ સભા પણ સંબોધવાના છે.
- Advertisement -
ગુજરાતની મુલાકાતે પધારેલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્નેહભર્યું સ્વાગત કર્યું.#વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર pic.twitter.com/4oAVNWL9oK
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 27, 2023
- Advertisement -
વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ
રાજકોટમાં રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-3ના પેકેજ 8 તથા 9, રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
#WATCH | PM Narendra Modi inspects the newly constructed Rajkot International Airport in Gujarat. pic.twitter.com/BqkEdXAJqT
— ANI (@ANI) July 27, 2023
રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું છે હીરાસર એરપોર્ટ
રાજકોટના કુવાડવા ગામ પાસે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે અને પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે. રાજકોટના આ એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે.
#WATCH | PM Narendra Modi inaugurates Rajkot International Airport in Gujarat. pic.twitter.com/LGXO83KBjU
— ANI (@ANI) July 27, 2023
બોઈંગ 737 જેવા જમ્બો એરક્રાફ્ટ થઈ શકશે લેન્ડ
આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઊડી શકે એવાં ‘સી’ પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ (A 320-200), બોઇંગ (B 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે.
8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે
એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, MRO/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે.
Live: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે રાજકોટ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ. #વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર https://t.co/wPow6Whn3L
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 27, 2023
રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની વિશેષતાઓ માટે ખાસ વાંચો આ અહેવાલ:-