કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે રાજકોટની મુલાકાતે
વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ મારવાડી યુનિવર્સિટીમાં યોજાશે: 13 જેટલી આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝેશન પણ કોન્ફરન્સમાં ભાગ લેશે
- Advertisement -
26400 ચો.મી.વિસ્તારમાં ટ્રેડ અને એક્ઝિબિશન: સાંસ્કૃતિક કાર્યક્રમો, ‘વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ’, ૠઈં ટેગ ડિસ્પ્લે તેમજ સ્ટાર્ટઅપ અને ખજખઊ માટે વિશેષ પેવેલિયન મુખ્ય આકર્ષણ
અદાણી ગ્રુપ, ટાટા કેમિકલ્સ અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓના પ્રતિનિધિઓ આ સમિટમાં ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
- Advertisement -
કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. વાઈબ્રન્ટ વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સને લઈને કલેક્ટર કચેરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને કોન્ફરન્સને લઈને માહિતી આપી હતી. વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ (ટૠછઈ) સૌરાષ્ટ્ર-કચ્છનું આયોજન આગામી તા.11 અને 12 જાન્યુઆરી દરમિયાન રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટી ખાતે થવા જઈ રહ્યું છે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 12 જિલ્લાને આવરી લેશે. સૌરાષ્ટ્ર-કચ્છ માટે યોજાનારી આ બીજી રીજીયોનલ કોન્ફરન્સ છે. તા.11 જાન્યુઆરીના રોજ બપોરે 3.30 કલાકે રાજકોટના મારવાડી યુનિવર્સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ તથા ટ્રેડ શોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાશે. આ કોન્ફરન્સની થીમ રીજીયોનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન રાખવામાં આવી છે.
યુક્રેન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા અને રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા દેશો પાર્ટનર ક્ધટ્રી તરીકે જોડાયા છે. સાથે સાથે 13 જેટલી આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝેશન પણ કોન્ફરન્સમાં ભાગ લેશે. અત્યાર સુધીમાં કુલ 6364 રજિસ્ટ્રેશન થયા છે, જેમાં ભારત સહિત 23 દેશોમાંથી નોંધણી મળી છે. તા. 11થી 13 જાન્યુઆરી દરમિયાન ટ્રેડ શો અને એક્ઝિબિશન યોજાશે. કુલ 26400 ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન યોજાશે, જેમાંથી 4400 ચોરસ મીટરનો ખાસ પેવેલિયન ખજખઊ, કુટીર અને હસ્તકલા ઉદ્યોગ માટે ફાળવવામાં આવ્યો છે. ડેઈલી લકી ડ્રો, કારીગરો દ્વારા ઉત્પાદનોનું પ્રદર્શન, રિવર્સ બાયર્સ સેલર્સ મીટ (છઇજખ), સાંસ્કૃતિક કાર્યક્રમો, ‘વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ’, ૠઈં ટેગ ડિસ્પ્લે તેમજ સ્ટાર્ટઅપ અને ખજખઊ માટે વિશેષ પેવેલિયન મુખ્ય આકર્ષણ રહેશે. ઉછઉઘ, ઇંઅક (હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ), અદાણી ગ્રુપ, ટાટા કેમિકલ્સ અને રિલાયન્સ જેવી મોટી સંસ્થાઓ તથા જાહેર ક્ષેત્રના એકમો આ પ્રદર્શનમાં સહભાગી બનશે.
પ્રથમ દિવસ: ગ્રીન સ્ટાર્ટઅપ અને બ્લુ એનર્જી પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ
તા. 11 જાન્યુઆરીએ ટ્રેડ શોના ઉદ્ઘાટન સાથે એગ્રી વેલ્યૂ – ઓઈલ સીડ ઓપોર્ચ્યુનિટીઝ અને નારી શક્તિ ઉદ્યોગ સંવાદ પર સેમિનાર યોજાશે. ગ્રીન સ્ટાર્ટઅપ અને બ્લુ એનર્જી પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પણ યોજાશે.
બીજો દિવસ: ઊર્જા ક્ષેત્રે વિશેષ ચર્ચા અને જ્વેલરી ઉદ્યોગ પર સેમિનાર
તા. 12 જાન્યુઆરીએ રિજનલ ખજખઊ કોન્ક્લેવ, ૠઈંઋઝ સિટીમાં વ્યવસાયની તકો, ટેક્સટાઈલ અને જ્વેલરી ઉદ્યોગ પર સેમિનાર તેમજ ઊર્જા ક્ષેત્રે ‘મિશન 100ૠઠ’ પર વિશેષ ચર્ચા થશે. 4000 લોકોની ક્ષમતા ધરાવતો વિશાળ ઇનોગ્યુરલ ડોમ, 20 થી વધુ સેમિનાર હોલ, ટટઈંઙ લાઉન્જ અને મીડિયા બ્રિફિંગ માટે ખાસ ટેગોર બિલ્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે



