ગુજરાતમાં વડાપ્રધાન મોદીનો આજે ત્રીજો દિવસ છે. જેમાં જામકંડોરણામાં વડાપ્રધાન મોદી રેલીને સંબોધન કરશે. જેમાં તેમણે ચાલીને રેલી કરી હતી, તથા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જેમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભજપનું શક્તિ પ્રદર્શન યોજાયું છે.
Gujarat | Prime Minister Narendra Modi to address a public gathering at Jamkandorna in Rajkot district shortly.
- Advertisement -
(Source: DD News) pic.twitter.com/BjEIlFq4rf
— ANI (@ANI) October 11, 2022
- Advertisement -
વડાપ્રધાન મોદી જામકંડોરણામાં જનસભાને સંબોધશે
વડાપ્રધાન હાલમાં જામકંડોરણામાં જંગી જનસભાને સંબોધશે. સભા બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ જશે. તેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ લોકાપર્ણ કરશે. તેમાં 712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાપર્ણ કરશે. તેમજ ત્યારબાદ મધ્યપ્રદેશ જવા રવાના થશે.
વડાપ્રધાન મોદીએ જામકંડોરણામાં જાહેર જનસભાને સંબોધતા કહ્યું કે, ‘હું પહેલો એવો પ્રધાનમંત્રી છું કે જે જામકંડોરણામાં આવ્યો છું. મારે છાશવારે એવાં કામ કરવાના આવે છે કે જે હું પહેલી વાર કરું છું.’
મારે છાશવારે એવાં કામ કરવાના આવે છે કે જે હું પહેલી વાર કરું છું: વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ જામકંડોરણામાં જાહેર જનસભાને સંબોધતા કહ્યું કે, ‘હું પહેલો એવો પ્રધાનમંત્રી છું કે જે જામકંડોરણામાં આવ્યો છું. મારે છાશવારે એવાં કામ કરવાના આવે છે કે જે હું પહેલી વાર કરું છું. પહેલાં કોઇએ કર્યા નથી. જ્યારે આ ક્ષેત્રમાં હું આવું ત્યારે મારા વિઠ્ઠલભાઇ રાદડિયાની મને યાદ જરૂર આવે. આજે દેશના બે મહાન મહાપુરૂષોની જયંતિ છે કે જેમને દેશની રાજનીતિ બદલી એવું જ નહીં પણ દેશની યુવાપેઢીમાં એક નવો વિશ્વાસ પેદા કર્યો છે. આ બે એવાં મહાન સપૂતો છે કે જેમણે આજે આ દેશે ભારતરત્નથી સમ્માનિત કર્યા છે. એક આપણા જયપ્રકાશ નારાયણ અને બીજા આપણા નારાયણ દેશમુખ.’
ગુજરાતમાં આત્મવિશ્વાસ ચરમ પર છે
બે અઢી દશક પહેલા ગુજરાતના વિકાસ એટલે ઘેઘુર દરિયા વચ્ચે એક-બે ટાપુ હોય, ત્રણ સાંધે ને તેર તુટે એવી સ્થિતિનો વિકાસ હતો. હવે જયારે વિકાસ જુએ ત્યારે એ વડિલોના આંખમાં ચમકારો જોવા મળે. ઘરમાં નળ હોય, નળમાં પાણી આવે, ગામડામાં સાંજે ખાવા બેઠા હોય અને ખાતી વખતે વિજળી આવે એવી લોકો પહેલાં અપેક્ષા કરતા હતા. એવાં અનેક લોકો હશે, રાજકોટની અંદર આજે ટ્રેન આવશે, પાણી લઇ આવશે, બે ડોલ પાણી મને મળી જશે એની રાહ જોઇને અડધો-અડધો દિવસ લાઇનમાં ઊભેલા લોકો અહીં બેઠા હશે. એક સમયે પાણી માટે લોકો વલખાં મારતા હતા. રાજકોટમાં દરેક ઘરની બહાર એક કુંડી બનાવી હોય અને નીચેથી નળના ટપક-ટપક પાણી ભરીને ઘરમાં લોકો દહાડા કાઢતા.
યુવા પેઢી માટે શિક્ષણનો મહાયજ્ઞ સેવાપૂર્વક આદર્યો
ગુજરાતના યુવાનો આઇટી, એગ્રીકલ્ચર, ટેક જેવા ક્ષેત્રોમાં વિશ્વ કક્ષાએ સૌથી આગળ છે.
રાજકોટ તો ગુજરાતમાં ચમકતા સિતારા જેવું છે. રાજકોટ ઓટો મોબાઇલ ઉદ્યોગ આજે વિશ્વ કક્ષાએ છે. કાર, મેટ્રો ટ્રેન, સાઇકલ, વિમાનના પાર્ટ બનાવવાનું કામ આખા સૌરાષ્ટ્ર પંથકમાં મોખરે છે.
ગુજરાતની ઓળખ દેશ-દુનિયામાં નવી ઊંચાઈ પર લઈ જાય છે. 20-25 વર્ષના જવાનીયા બેઠા હશેને એ ઘોડિયામા હતા ત્યારે તેની માતાના આંખમાંથી આંસુ પડતા હતા અને કેવી મુશ્કેલીઓ પડતી તેની ખબર પણ નહીં હોય. બે-ત્રણ ટાપુ જબકતા હોય તેવી ગુજરાતની સ્થિતિ હતી. ત્રણ સાંધેને 13 તૂટે એવી સ્થિતિ હતી. વડીલો છે ને એને આ બધુ સપના જેવું લાગતું હશે, હવે તેઓ વિકાસ જોવે ને તો તેને ચમકારો જોવા મળે. પાણી માટે અડધો દિવસ વલખા મારતા હતા. આ દિવસો ભાઈઓ મહેનત કરીએ તો બદલી શકાય છે તે અમે કરી બતાવ્યું છે. ખેડૂત ભાઈઓ વરસાદ આઘો-પાછો થાય તેની આખી મહેનત પાણીમાં જતી. વાર-તહેવારે ગુજરાતમાં લોહીની નદીઓ વહેતી, અમદાવાદમાં કર્ફ્યું જેવા દિવસો હતા.
આજ આપણું ગુજરાત, રાજકોટમાં શિક્ષણનું મોટું હબ બનાવી દેવામાં આવ્યું છે. બે દસક પહેલા પરિસ્થિતિ ભિન્ન હતી. બાળકો કેરિયર માટે રડતા હતા. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ આજે વલખા મારે છે કે મને પ્રવેશ મળે તો ગુજરાતની કોલેજમાં મળે. પહેલા 26 એન્જિયરિંગની કોલેજ હતી. આજે 130 કોલેજ છે. 300 આઇટીઆઈ હતી આજે 600એ પહોંચી છે. 13 ફાર્મસી હતી આજે 75 ફાર્મસીની કોલેજ મળી. 800 કોલેજ હતી આજે 3 હજાર કોલેજ છે. આપણે નિર્ણય કર્યો છે કે ગરીબનો છોકરો ડોક્ટર બની શકે તે માટે ગુજરાતીમાં ભણાવીશું. દૂર સુધી આદિવાસીઓના ગામડામાં અમારી દીકરીઓ ભણતી થઈ ગઈ.
નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર લઘુઉદ્યોગ માટે બે હાથમાં લાડુ આપ્યા હોય એવી પોલિસી લાવ્યા
અમારા ભૂપેન્દ્રભાઇની સરકાર, નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર એ તો નવી ઔદ્યોગિક જે પોલિસી લઇને આવી છે ને એને તો આ લઘુઉદ્યોગ માટે જાણે આમ બે હાથમાં લાડુ આપ્યા હોય ને એવી પોલિસી લાવ્યા છે અને એના માટે હું ભૂપેન્દ્રભાઇ અને એમની ટીમને અભિનંદન પાઠવું છું કે આવી દીર્ઘદ્રષ્ટિવાળી પોલિસી લાવીને નક્કર કામોને ગતિ આપવાની જે દિશા પકડી છે એ મારી માટે ગૌરવની વાત છે, સંતોષની વાત છે.’