વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે રાજકોટના જામકંડોરણા ખાતે જનસભાને સંબોધ્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાન મોદીના હસ્તે આજે કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસથી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાન મોદીએ 1275 કરોડોના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.
- Advertisement -
22 વર્ષ પહેલાં ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજો હતી ને આજે 36 મેડિકલ કોલેજો છે
22 વર્ષ પહેલાં ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજો હતી ને આજે 36 મેડિકલ કોલેજો છે. 20 વર્ષ પહેલાં ગુજરાતની સરકારી હોસ્પિટલમાં અંદાજે 15 હજાર બેડ હતા અને આજે અત્યારે સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા 60 હજાર થઇ ચૂકી છે. પહેલાં ગુજરાતમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજની કુલ સીટો 2200 હતી અને આજે ગુજરાતમાં 8500 બેઠકો મેડિકલ સીટ આપણા યુવાઓ માટે ઉપલબ્ધ છે.
20 વર્ષ પહેલા સારા શિક્ષણ અને આરોગ્ય માટે ભટકવું પડતું
- Advertisement -
વડાપ્રધાન મોદીએ અમદાવાદથી સંબોધન કરતા કહ્યું કે, ‘હું ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું. 20 વર્ષ પહેલા સારા શિક્ષણ અને આરોગ્ય માટે ભટકવું પડતું હતું, કાયદો અને વ્યવસ્થા માટે વલખાં મારવા પડતા અને હવે જુઓ. હવે સૌનો સાથ સૌનો વિકાસની સરકાર સતત નાગરિકોની સેવા માટે કામ કરે છે.’
દર્દીઓ સાથે વડાપ્રધાન મોદીએ સાધ્યો સીધો સંવાદ
વડાપ્રધાન મોદીએ વન ગુજરાત વન ડાયાલિસિસ હેઠળ 270 જેટલાં કેન્દ્રો તાલુકા કક્ષાએ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે તાલુકા કક્ષાએ તૈયાર કરાયેલા ડાયાલિસિસ કેન્દ્રો તથા કેન્સરના દર્દીઓ માટે અનિવાર્ય એવાં કિમોથેરાપી ટ્રીટમેન્ટ માટે કિમોથેરાપી પ્રોગ્રામ જિલ્લા કક્ષાએ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે જે દર્દીઓને આ સેવા મળી છે તેવાં દર્દીઓ સાથે વડાપ્રધાન મોદી સીધો સંવાદ કરી રહ્યાં છે.
PM Narendra Modi lays the foundation stones of healthcare facilities worth around Rs 1275 crore in Ahmedabad, Gujarat. pic.twitter.com/uc6bMNXPAu
— ANI (@ANI) October 11, 2022
વડાપ્રધાન મોદી અમદાવાદ આવતા પહેલાં 35 મિનિટ સુધી રાજકોટ એરપોર્ટ પર રોકાયા
વડાપ્રધાન મોદીએ આજે જામકંડોરણામાં વિશાળ જનસભાને સંબોધી હતી. ત્યારે હવે વડાપ્રધાન મોદી રાજકોટથી અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. જ્યાં તેઓ સિવિલ હોસ્પિટલમાં 712 કરોડની આરોગ્યલક્ષી સુવિધાઓનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પરંતુ એ પહેલાં તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદી અમદાવાદ આવતા પહેલાં 35 મિનિટ જેટલો સમય રાજકોટ એરપોર્ટ પર રોકાયા હતા. વડાપ્રધાન મોદીએ ભાજપ આગેવાન કશ્યપ શુક્લ અને નીતિન ભારદ્વાજના પરિવાર સાથે મુલાકાત કરી હતી. કશ્યપ શુક્લએ વડાપ્રધાન સાથેની મુલાકાત અંગે માહિતી આપતા જણાવ્યું કે, ‘2 વર્ષ પહેલા તેમની પુત્રીના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. પરંતુ મુલાકાત ન થઈ શકી હોવાના કારણે આજે મળવા બોલાવ્યા હતા.’