વ્હાઈટ હાઈસના ભવ્ય સ્ટેટ ડિનરના અતિથિ યાદીમાં બિઝનેસ, ફેશન અને મનોરંજન જેવા વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોએ હાજરી આપી હતી.
વ્હાઈટ હાઈસમાં સ્ટેટ ડિનર વખતે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સાથે હળવાસના મૂડમાં જોવા મળ્યા. મહત્વની વાત એ છે કે બન્ને નેતા આલ્કોહોલનું સેવન નથી કરતા અને રાષ્ટ્રપતિ બાઈડને દારૂના વગર ટોસ્ટ આપવાની પોતાની દાદાની સલાહને કાર્યક્રમમાં હાજર લોકો સાથે શેર કરી.
- Advertisement -
લગભગ 400 મહેમાનોની ખાસ સભાને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ બાઈડને પોતાના દાદા એમ્બ્રોસ ફિનનેગનના શબ્દોને યાદ કર્યા. ફિનનેગન કહેતા હતા કે જો તમે ટોસ્ટ આપો છો અને તમારા ગ્લાસમાં આલ્કોહોલ નથી તો તમે ગ્લાસને પોતાના ડાબા હાથમાં રાખવો જોઈએ. તમે બધા વિચારી રહ્યા હશો કે હું મજાક કરી રહ્યો છું. પરંતુ આ હકીકત છે.
#WATCH | Prime Minister Narendra Modi and US President Joe Biden, at the State Dinner at the White House. pic.twitter.com/r0LkOADAZ6
— ANI (@ANI) June 23, 2023
- Advertisement -
ખડખડાટ હસી પડ્યા વડાપ્રધાન મોદી
બાઈડના આ શબ્દોને જ્યારે ટ્રાન્સલેટરે હિંદીમાં ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કર્યો ત્યાં હાજર દર્શક હસી પડ્યા. બાઈડનની આ વાત સાંભળીને વડાપ્રધાન મોદી પણ ખડખડાટ હસી પડ્યા હતા. આ મનોરંજક કિસ્સાએ આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં શામેલ લોકોને હસવા પર મજબૂર કરી દીધા.
પોતાનો આભાર વ્યક્ત કરતા, રાષ્ટ્રપતિએ કહ્યું, જિલ અને મેં પ્રધાનમંત્રી મોદીની સાથે એક અદ્ભૂત સમય પસાર કર્યો છે. આજે રાતે અમે ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકાની વચ્ચે મિત્રતાના મહાન બંધનનું સેલિબ્રેશન કરીએ છીએ.
"Indian Americans played significant role…," says PM Modi during State dinner at White House
Read @ANI Story | https://t.co/il2kWPKRFi#PMModi #PMModiUSVisit #US #StateDinner pic.twitter.com/vgoKFzLH7P
— ANI Digital (@ani_digital) June 23, 2023
વડાપ્રધાન મોદીએ કર્યો ધન્યવાદ
વડાપ્રધાન મોદીએ રાત્રિભોજનની મેજબાની કરવા અને પોતાના ઘરમાં તેમનું સ્વાગત કરવા માટે રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી જિલ બાઈડનને ધન્યવાદ આપતા તેમની સરાહનાનો જવાબ આપ્યો છે. તેમણે રાત્રિભોજન માટે આભાર વ્યક્ત કર્યો અને તેમની યાત્રાની સફળતા સુનિશ્ચિત કરવા માટે ફર્સ્ટ લેડી જિલ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોના વખાણ કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું, કાલે સાંજે તમે મારા માટે તમારા ઘરના દરવાજા ખોલી દીધા. આ મારા માટે સન્માનની વાત છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, આ સાંજ અમારા બન્ને દેશોના લોકોની ઉપસ્થિતિથી ખાસ બની ગઈ છે. તે અમારી સૌથી કિમતી સંપત્તિ છે. તેમણે આ વાત પર ભાર આપ્યો કે ઉપસ્થિત અતિથિ સંયુક્ત રાજ્ય અમેરિકા અને ભારતની વચ્ચે ગતિશીલ અને ઉર્જાવાન સંબંધોની સાથે સાથે તેમના અંદર હાજર અપાર સંભાવનાઓનું પ્રતીક છે.
#WATCH | Amidst the love for Baseball, Cricket is also getting popular in the US. The American team is trying their best to qualify for the Cricket World Cup to be held in India later this year. I wish them good luck and success: PM Modi during the official State Dinner at The… pic.twitter.com/996i2fkdJx
— ANI (@ANI) June 23, 2023
કોણ કોણ રહ્યું હતું ડિનરમાં હાજર?
વ્હાઈટ હાઉસના ભવ્ય ડિનરમાં બિઝનેસ, ફેશન અને મનોરંજન જેવા વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો શામેલ થયા હતા. ઉપસ્થિત લોકોમાં પ્રસિદ્ધ ડિઝાઈનર રાલ્ફ લોરેન, ફિલ્મ મેકર અમ.નાઈટ શ્યામલન અને ટેનિસના દિગ્ગજ બિલી જીન કિંગ સામેલ થયા હતા. Apple, Google અને Microsoft જેવી કંપનીઓના લીડર્સ પણ આ અવસર પણ હાજર રહ્યા હતા.