પ્રમુખ અને પૂર્વમંત્રીની નવી વરણી અને સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી સન્માન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તાજેતરમાં રાજકોટ મોઢ વણિક મહાજન રાજકોટ દ્વારા સમસ્ત મોઢ વણિક જ્ઞાતિનું વેલકમ નવરાત્રિનું સુપર-ડુપર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ્યેશભાઈ વોરા, ગીતાબેન પટેલ, ધર્મેશભાઈ શેઠ, સંજયભાઈ મણિયારનું આદર સત્કાર કરી શાલ, પુષ્પગુચ્છ તથા આકર્ષક મોમેન્ટો આપીને તેમની વરણી તથા સદ્કાર્યોને બિરદાવવાના ભાગરૂપે ગરિમાપૂર્ણ સર્વે જ્ઞાતિબંધુની ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવ્યું હતું.
અભિવાદનના સમારંભમાં ફ્રીડમ યુવા ગ્રુપના પ્રમુખે ભાગ્યેશભાઈ વોરાની અપના બજારમાં ચેરમેન તરીકે વરણી, મોઢ વણિક સમાજનું ગૌરવ, તેમની વરણીને સમાજે ઉત્સાહભેર વધાવતા મોઢ વણિક મહિલા સત્સંગ મંડળના પ્રમુખ ગીતાબેન અશ્ર્વિનભાઈ પટેલએ તેમના નેતૃત્વમાં 20 વર્ષ સફળ સંચાલન કરી 21માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો તેના નેતૃત્વમાં ગામ, બહારગામ 9 ભાગવત સપ્તાહનું સફળ સંચાલન કર્યું. વિવિધ મંડળોના 65થી વધારે સફળ યાત્રા પ્રવાસ કરવાનો શ્રીજી બાપાએ આપેલી અમુલ્ય તક, તેની સેવાની બિરદાવતા મોઢ વણિક સમાજના પ્રમુખ ધર્મેશભાઈ શેઠ શ્રી મોઢ વણિક મહાજનના ટ્રસ્ટી સંજયભાઈ મણિઆરની આંતરરાષ્ટ્રીય મુખપત્ર મોઢ મહોદય સંસ્થા ભાવનગરની કારોબારીમાં વરણી થતા ઉપરોક્ત ચારેય જ્ઞાતિ અગ્રણીઓને શાલ, પુષ્પગુચ્છ, આકર્ષક મોમેન્ટો સર્વે જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં અર્પીને ગરિમા પૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમની વરણીને અને તેના સતકાર્યોને વધાવીને બિરદાવવામાં આવેલી હતી. આ સમારોહમાં મોઢ વણિક જ્ઞાતિ અગ્રણી અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, જ્ઞાતિ અગ્રણી કાશ્મીરાબેન દોશી અને ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી અમોહભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહી સન્માનીતોને શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે મોઢ વણિક પ્રમુખ ભાગ્યેશભાઈ વોરા, મેનેજિંગ ટ્રસ્ટી કિરેનભાઈ છાપીયા, ઉપપ્રમુખ સુનિલભાઈ વોરા, માનદ મંત્રી અશ્ર્વિનભાઈ વડોદરીયા, સહમંત્રી કેતનભાઈ પારેખ, ટ્રેઝરર નીતિનભાઈ વોરા, અન્ય ટ્રસ્ટીગણમાં સંજયભાઈ મણિઆર, જગદીશભાઈ વડોદરીયા, ઈલેશભાઈ પારેખ, ધર્મેશભાઈ વોરા, પ્રચાર-પ્રસાર સેવા અશ્ર્વિનભાઈ પટેલ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.