ચેમ્પિયનને 35 કરોડ; ક્રિકેટમાં આખી ટીમને મળતા નાણાં કરતા પણ વધુ રકમ એક ખેલાડીને મળશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
વર્ષનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન 30 જૂનથી શરૂ થઈ રહ્યો છે. દર વખતની જેમ વિશ્વભરના ટેનિસ ચાહકોની નજર ફરી એકવાર આ સૌથી પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ પર રહેશે. તે જ સમયે, ખેલાડીઓના દ્રષ્ટિકોણથી આ વખતે વિમ્બલ્ડન પહેલા કરતા વધુ આકર્ષક બન્યું છે કારણ કે આ વખતે ઇનામની રકમમાં નોંધપાત્ર વધારો થયો છે.ફરી એકવાર વિમ્બલ્ડન ચેમ્પિયનને ઈંઙક 2025 જેવી વિશ્વ વિખ્યાત ક્રિકેટ લીગના વિજેતા કરતાં વધુ પૈસા મળશે. આ વખતે ઓલ ઇંગ્લેન્ડ લોન ટેનિસ ક્લબ દ્વારા વિમ્બલ્ડનની કુલ ઇનામી રકમમાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે પુરુષો અને મહિલા સિંગલ્સના ચેમ્પિયનને ગયા વખત કરતા 11 ટકા વધુ પૈસા મળશે.આ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની ઈનામી રકમ વધારીને 623 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આમાંથી, પુરુષ અને મહિલા સિંગલ્સ કેટેગરીના વિજેતાઓને લગભગ 35-35 કરોડ રૂપિયા મળશે.ફક્ત વિમ્બલ્ડન 2025ના સિંગલ્સ ચેમ્પિયનને આનાથી વધુ પૈસા મળશે. આ વર્ષના પુરુષ અને મહિલા વર્ગના વિજેતાઓને ગયા વર્ષના ઈનામો કરતાં 11.1% વધુ રકમ મળશે.