ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં અલગ અગલ માર્ગો પરથી દબાણરૂપ એવા 41 ચા ના થડા અને ટેબલ આજ રોજ દુર કરવામાં આવ્યા હતા. તેમજ ગંદકી અને દબાણ કરવા બાબતે એક શોપ સીલ કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ દ્વારા મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સુચનાથી ફૂટપાથ પર રહેલા દબાણ દુર કરવાની ઝુંબેશ ચાલી રહી છે જેમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ટી સ્ટોલ અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવી હતી.
જેમ કે, જાહેર માર્ગ પર નડતર રૂપ ટી સ્ટોલ અને અન્ય પરચુરણ ચીજવસ્તુ 41 (શિવ ચાઈનિઝ) તે નિર્મલા રોડ,ચંદ્રેશનગર મેઈન રોડ,મવડી રોડ,શાસ્ત્રી મેદાન સામે,બસ સ્ટેશન સામે,ઢેબર રોડ,યાજ્ઞિક રોડ વિરાણી ચોકપરથીજપ્ત કરવામાં આવ્યા હતા તેમજ ફૂટપાથ પર વધુ પડતું દબાણ, ડ્રેનેજ ચોક અપ અને ગંદકી ફેલાવવા બાબતે સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા દ્વારા કનૈયા સમોસાદીલ્લી ચાટ (વિરાણી ચોક)ને સીલ કરવામાં આવી હતી.