ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દિલ્હી ભાજપના ધારાસભ્યોએ કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી છે. આ સંબંધે દિલ્હીના ભાજપ ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરીને તેમને મેમોરેન્ડમ આપ્યું હતું. હવે રાષ્ટ્રપતિ સચિવાલયે આ અંગે સંજ્ઞાન લીધું છે.
ભાજપના ધારાસભ્યોએ બંધારણીય સંકટનો હવાલો આપતા દિલ્હી સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી છે. ચિઠ્ઠીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરવીલ જેલમાં હોવાનું પણ કારણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે આ પત્ર આગળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલ્યો છે.
દિલ્હી સરકારને બરખાસ્ત કરવાની માંગ સાથે ભાજપના ધારાસભ્યોએ 30 ઓગસ્ટે રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે મુલાકાત કરી આ વિષયે મેમોરેન્ડમ પણ આપ્યું હતું. ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તાની આગેવાનીમાં ભાજપ ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ પાસે માંગ કરી હતી. આ દરમિયાન વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, ‘દર વરસાદમાં દિલ્હી જળમગ્ન બની જાય છે, આયુષ્યમાન ભારત યોજના દિલ્હીમાં લાગુ નથી થઈ અને હજારો કરોડ રૂપિયાનું ફંડ બંધ થઈ ગયું છે. કારણ કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે, તેથી સરકાર કામ નથી કરી શકતી. અમે રાષ્ટ્રપતિને દિલ્હીની સરકારને બરખાસ્ત કરવા અનુરોધ કરીએ છીએ, જેથી દિલ્હીની જનતાના લાભ માટે સરકારનું કામકાજ અને વિકાસ પુન:સ્થાપિત કરી શકાય.’
- Advertisement -
વિજેન્દ્ર ગુપ્તાએ દિલ્હી ભાજપના ધારાસભ્યો અને પૂર્વ અઅઙ ધારાસભ્યો અને મંત્રોી રાજકુમાર આનંદ સાથે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. ગુપ્તાએ કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલને દિલ્હીની જનતાનું જીવન મુશ્કેલ કરી દીધું છે, કારણ કે કોઈપણ સરકારી વિભાગ અસરકારક રીતે કામ નથી કરી રહ્યું. દિલ્હી જળ બોર્ડ દેવામાં ડૂબી ગયું છે, રસ્તા ખરાબ છે, એકબાદ એક કૌભાંડો થઈ રહ્યાં છે. જેલમાં હોવા છતાં સત્તામાં રહેવાની લાલચ રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણી મુશ્ર્કેલીઓ ઊભી કરી રહી છે.’