ધારાસભ્ય હીરાભાઇ સોલંકી સહિત આગેવાનો હાજર રહ્યાં
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલાના ગ્રામ્ય વિસ્તારોના વિવિધ પ્રશ્નો બાબતે ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે. આ માંગણીના અનુસંધાને રાજુલા વિસ્તારમાં વિવિધ પ્રશ્નો બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આગેવાનોને સાથે રાખી ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. અને વહેલી તકે તમામ પ્રશ્ર્નોના ઉત્તર લાવવા માટે માંગણી કરી હતી. જેમાં રાજુલા તાલુકાના રામપરા-2, ભાક્ષી અનેજૂની માંડરડી ખાતે નવો ડેમ બનાવવો તેમજ રાજુલા વિસ્તારમાંથી જ્યાં જ્યાં સૌની યોજનાની લાઈન પસાર થઈ રહી છે ત્યાંથી ત્રણ કિલોમીટરની મર્યાદામાં આવતા ચેક ડેમો ભરવા માટે રજૂઆત કરી. રામપરા 2 મુકામે સિંહોની રંજાડ બાબત વનમંત્રી મુળુભાઇ બેરા સાથે મળીને રજૂઆત કરી હતી. ઉપરાંત તમામ પ્રશ્નોની આગેવાનોએ રજૂઆત કર્યા બાદ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. અને ખેડૂતોની વર્ષો જૂની માંગણી છે આથી મંત્રી દ્વારા તાત્કાલિક અસરથી તમામ પ્રશ્નના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવતા વહેલી તકે આ પ્રશ્નો ઉકેલાઈ જશે તેમ કુંવરજીભાઇ બાવળીયા દ્વારા ખાતરી આપી હતી. આ તકે ધારાસભ્ય હીરાભાઇ સોલંકી, જીગ્નેશભાઈ પટેલ, દેવાયતભાઈ લુણી, કમલેશભાઇ મકવાણા, અરજણભાઈ વાઘ, સાગરભાઇ સરવૈયા, ભાક્ષી ગામના સરપંચ મંગળુભાઈ ધાખડા, સુરેશભાઈ વરુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.