દેવભૂમિ ઉત્તરાખંડમાં મોટો નિર્ણય
અર્ધકુંભ પૂર્વે દેવભૂમિમાં મોટો ફેરફાર: ઋષિકેશ સુધીના તમામ ઘાટ પ્રતિબંધિત બનશે: સાધુ-સંતોની માંગણીનો સ્વીકાર; 120 કિમીના વિસ્તારમાં નવા નિયમોની તૈયારી
- Advertisement -
દેવભૂમિ માટે વિશેષ સાંસ્કૃતિક પેકેજ: કેન્દ્ર સરકાર પણ કરી શકે છે મોટી જાહેરાત: તીર્થસ્થાનોની પ્રાચીન મર્યાદા જાળવવા વહીવટી તંત્ર દ્વારા હિલચાલ તેજ
વર્ષ 1916ના ઐતિહાસિક ગંગાસભા કરારના આધારે સરકાર લેશે એક્શન; 14 જાન્યુઆરીથી શરૂ થતા અર્ધકુંભ પૂર્વે નવા નિયમો અમલી બનવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ હરિદ્વાર, તા.07
- Advertisement -
ઉત્તરાખંડની દેવભૂમિમાં ધાર્મિક પવિત્રતા જાળવી રાખવા માટે રાજ્ય સરકાર એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવા જઈ રહી છે. હરિદ્વારના અંદાજે 105 જેટલા ઘાટ પર હવે બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. અગાઉ માત્ર ’હર-કી-પૌરી’ સુધી મર્યાદિત આ નિયમ હવે ઋષિકેશ અને હરિદ્વારના 120 કિમીમાં ફેલાયેલા તમામ મુખ્ય ઘાટો પર લાગુ કરવાની હિલચાલ તેજ બની છે. ઐતિહાસિક દસ્તાવેજોનો આધાર રાજ્ય સરકાર આ પ્રતિબંધ માટે વર્ષ 1916માં પંડિત મદનમોહન માલવીયા અને બ્રિટિશ સરકાર વચ્ચે થયેલા ’ગંગાસભા કરાર’નો આધાર લેશે. સાધુ-સંતો અને ગંગાસભા દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહેલી માંગણીને ધ્યાને રાખીને વહીવટી તંત્ર આ દિશામાં આગળ વધી રહ્યું છે.
આગામી 14 જાન્યુઆરીથી શરૂ થનારા અર્ધકુંભ મેળા પૂર્વે જ આ અંગેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. પવિત્ર શહેર તરીકેની ગરિમા હરિદ્વાર અને ઋષિકેશને પૂર્ણપણે પવિત્ર શહેર તરીકે જાહેર કરવાની તૈયારીઓ વચ્ચે, અહીં પહેલાથી જ માંસાહારી ભોજન અને દારૂના વેચાણ પર મનાઈ છે. કેન્દ્ર સરકાર પણ ઉત્તરાખંડને એક વિશિષ્ટ સાંસ્કૃતિક દેવભૂમિ તરીકે સ્થાપિત કરવા માટે વિશેષ પેકેજ કે જાહેરાત કરી શકે છે. ગંગાસભા દ્વારા લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ આ તીર્થસ્થાનોની પ્રાચીન મર્યાદા અને પવિત્રતા જાળવી રાખવાનો છે.



