ખાસ-ખબર સંવાદદાતા
વંથલી ખાતે આસિસ્ટંટ કલેક્ટર હનુલ ચૌધરીની અધ્યક્ષત્તામાં 26મી જાન્યુઆરીની ઉજવણીના સંદર્ભે બેઠક યોજાઈ હતી જેમાં વંથલી ખાતે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીની જિલ્લાકક્ષાની ઉજવણી થનાર છે. ત્યારે રાષ્ટ્રીય પર્વની ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે તા.24મી જાન્યુઆરીએ રિયલ ટાઇમ રિહર્સલ કરવામાં આવશે.
રાષ્ટ્રીય પર્વની ગરિમામય અને સૂચારૂ રીતે ઉજવણી થાય તે માટે આસીસ્ટંટ કલેક્ટર અને પ્રાંત અધિકારી ની અધ્યક્ષત્તામાં જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ સાથે વંથલી ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં આસીસ્ટંટ કલેક્ટરશ્રીએ પરેડ, દેશભક્તિસભર અને રંગારંગ કાર્યક્રમ, બેઠક વ્યવસ્થા, પાર્કિગ, સફાઇ, પાણી સહિતની વ્યવસ્થાઓ સંદર્ભ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.ઉપરાંત જિલ્લા-તાલુકાના પદાધિકારી અને ગણમાન્ય મહેમાનોને રાષ્ટ્રીય પૂર્વમાં ઉપસ્થિત રહેવા આમંત્રિત કરવા અને સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિશેષ સિદ્વિ હાંસલ કરનાર અને કર્મયોગીઓના સન્માન માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા જરૂરી દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું.