હૈયે હૈયું દળાય એટલી જનમેદની ઉમટશે
રમકડાં-ખાણીપીણી-મોટા યાંત્રિક સ્ટોયલ ઉભા થવા માંડયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રેસકોર્સમાં યોજાનાર રસરંગ લોકમેળા અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, રમકડા-ખાણીપીણી-મોટા યાંત્રિક સ્ટો લ ઉભા થવા માંડયા છે. રેસકોર્સ મેદાનમાં ડોમ પણ તૈયાર કરાઈ રહ્યા છે. અતિ લોકપ્રિય આ લોકમેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો ઉમટી પડે છે. 5 દિવસના મેળા દરમિયાન આશરે 10 લાખ લોકો આ લોકમેળાનો આનંદ લે છે.
જેમાં સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં રાજકોટ પહોંચે છે. મેળાની રંગબેરંગી રાઇડસનો આનંદ લેતા હોય છે. આ લોકમેળામાં અનેક જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળે છે. આ લોકમેળામાં પ્લોટ અને સ્ટોલની ફાળવણી ડ્રો અને હરાજીની સિસ્ટમથી થાય છે.
- Advertisement -
આ વર્ષે તારીખ 5 થી 9 સપ્ટેમ્બર પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા થઈ રહી છે. જે પૈકી રમકડાના 178 સ્ટોલ, ખાણીપીણીના 14 સ્ટોલ, મધ્યમ ચકરડીના 4 પ્લોટ, નાની ચકરડીના 48 પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવી હતી. જયારે ખાણીપીણીના 37સ્ટોલ, યાંત્રિકના 44 પ્લોટ, આઈસ્ક્રીમના 16 પ્લોટ, ફૂડ કોર્ટના 3 પ્લોટ, 1 ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવશે.લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.