– માર્ચ સુધીમાં બેન્કને ખાનગી હાથમાં સોંપી દેવાનો ટાર્ગેટ
દેશની રાષ્ટ્રીય કૃત આઈડીબીઆઈ બેંકનું ખાનગીકરણની પ્રક્રિયામાં નાણા મંત્રાલયે આ બેન્કની કિંમત 640 બીલીયન રૂપિયા નિશ્ચિત કરી છે અને તે આ દસકામાં સરકારના શેર હિસ્સાનું સૌથી મોટુ વેચાણ બની રહેશે. આઈડીબીઆઈનું માર્ચના અંત સુધીમાં ખાનગીકરણ કરવાની યોજના છે અને કુલ 60.72 ટકા હિસ્સો સરકાર વેચશે.
- Advertisement -
જેમાં એલઆઈસી અને સરકાર બંને પાસેની શેર મૂડીનો સમાવેશ થાય છે અને તેના વેલ્યુએશન બાદ હવે રિઝર્વ મારફત તેનું બીડીંગ મંગાવાશે. સરકારે અગાઉ જે બીડીંગ કર્યા હતા તેમાં 33 ટકાની કિંમત વધારે તેવી શક્યતા છે. આ આઈડીબીઆઈને ખરીદનારને પહેલા રિઝર્વ બેન્ક પાસે પ્રક્રિયાની બીડ મુકવી પડશે અને યોગ્ય જણાય તો જ બીડના બીજા તબક્કામાં તેની એન્ટ્રી કરી શકાશે.
સરકાર ડીસઇન્વેસ્ટમેન્ટ મારફત જે નાણા ઉભા કરવાનો ટાર્ગેટ ધરાવે છે તેમાં એલઆઈસીના ખાનગીકરણથી સરકારને જંગી રકમ મળી હતી અને આઈડીબીઆઈના ખાનગીકરણની પ્રક્રિયા શરુ કરી છે અને ટૂંક સમયમાં જ તેનું બીડીંગ પણ નિશ્ચિત બનશે.
આઈડીબીઆઈના માર્કેટ વેલ્યુ 5.8 બીલીયન ડોલર મનાય છે. આ બીડીંગમાં કોઇ કોર્પોરેટ ગ્રુપ કે ઉદ્યોગ ગૃહને બીડીંગની છૂટ નથી અને તબક્કાવાર આઈડીબીઆઈનું સંપૂર્ણપણે ખાનગીકરણ થઇ જશે.