2024ની લોકસભા ચુંટણી પુર્વે વિપક્ષ પાસેથી મોટુ રાજકીય હથિયાર બુઠ્ઠુો કરવાનો વ્યુહ
ખાસ-ખબર સંવાદદાતા
સરકારી કર્મચારીઓ માટે 2004માં અમલી બનાવાયેલી નવી પેન્શન યોજના જે માર્કેટ-લીંક-પેન્શન યોજના રાજકીય મુદો બની જતા અને વિપક્ષ શાસનના રાજયોએ કર્મચારીઓ માટે આ પેન્શન યોજના ‘અન્યાય’ કારી હોવાનું જણાવી તેમના રાજયના નવી પેન્શન યોજના અમલમાં મુકવા આગળ વધતા હવે તેનો રાજકીય મુકાબલો અશકય જણાતા કેન્દ્રની મોદી સરકાર પણ પીછેહઠ કરી રહી હોવાના સંકેત છે અને હાલની જે નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને નિવૃતિ બાદનું પેન્શન માર્કેટમાં કરાતા રોકાણ પરના વળતરના આધારે છેતેના બદલે જુની પેન્શન યોજના માફક કર્મચારી નિવૃતિ સમયે જે છેલ્લે પગાર મેળવતો હોય તેના 40-50% પેન્શનની ગેરેન્ટી આપશે.
- Advertisement -
વિપક્ષોએ ભાજપ-મોદી સરકાર પર રાજકીય સરસાઈ સ્થાપવા માટે પેન્શન યોજનાને મોટો મુદો બનાવી દીધો હતો અને કોંગ્રેસ-આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોએ તેમના શાસનના રાજયમાં જુની પેન્શન યોજના લાગુ કરવા જાહેરાત કરી હતી. જો કે હજુ સુધી કોઈ રાજય આ જુની પેન્શન યોજના પુરી રીતે લાગુ કરી શકયુ નથી અને તેમાં અનેક કાનૂની સહિતના મુદાઓ છે પણ હવે તે રાજકીય હથિયાર બનતા ભાજપ-મોદી સરકારે પણ યુ-ટર્ન લેવા તૈયારી કરી હોવાના સંકેત છે. સરકારે નવી પેન્શન યોજનાના સ્ટ્રકચરમાં પુન: સમીક્ષા કરવા નાણા મંત્રાલયની એક કમીટી નિયુક્ત કરી હતી અને નવી પેન્શન યોજના કઈ રીતે આકર્ષક બને તથા કર્મચારીઓને પણ સંતોષ થાય તે માટે હવે મળવાપાત્ર પેન્શન આખરી પગારના 40-50% જેટલુ રહે તે મુજબ વ્યવસ્થા ગોઠવશે.
ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગે એક ફ્રેમ વર્ક તૈયાર થશે અને તે 2024ની લોકસભા ચૂંટણી પુર્વે જાહેર કરીને દેશના કરોડો કર્મચારીઓનો અસંતોષ ખાળવા ભાજપ પ્રયત્ન કરશે તથા વિપક્ષ પાસેથી મોટું હથિયાર પણ છીનવશે.