ઇન્ડસ્ટ્રીયલ જમીનનો પાંચ વર્ષથી કોમર્શિયલ ઉપયોગ થતા રાજકોટ કલેક્ટરે શરતભંગનો હુકમ કર્યો
રેસ્ટોરન્ટની સાથે પાર્ટી પ્લોટ, સ્વિમિંગ પૂલ અને ચાર રૂમ પણ મંજૂરી વગર બનાવવામાં આવ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના વાવડી ગામે ઇઅઙજ સંચાલિત મંદિરની પાછળ છેલ્લા પાંચ વર્ષથી પ્રેમવતી રેસ્ટોરન્ટ ધમધમી રહ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે મળેલી જમીનનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું સામે આવતા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા શરત ભંગનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં પ્રેમવતી રેસ્ટોરન્ટની સાથે પાર્ટી પ્લોટ, સ્વિમિંગ પૂલ અને ચાર રૂમ મંજૂરી વિના ખડકી દેવાયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે આજે કલેક્ટર દ્વારા થયેલા હુકમમાં રૂ. 13.13 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
- Advertisement -
રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ગોંડલની બીએપીએસ સંસ્થાના પ્રમુખ અને પ્લોટ ધારક નારાયણ સ્વરૂપદાસજી ગુરૂ યજ્ઞપુરુષદાસજી સામે સરકાર વતી રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ શરત ભંગનો હુકમ કરવામાં આવેલો છે. જે હુકમ મુજબ, રાજકોટ તાલુકાના વાવડી ગામના રેવન્યુ સર્વે નંબર – 38/1 પૈકીની ઉદ્યોગના હેતુ માટે બિનખેતી થયેલ જમીનના પ્લોટ નં.1 થી 10 ની ઇઅઙજ સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટની 10099-35 ચોરસ મીટર જમીનનો વગર પરવાનગીએ વાણિજય હેતુ માટે ઉપયોગ થયો છે.
જે શરતભંગ અંગે સરકારના મહેસુલ વિભાગના તા.27/08/1980 ના ઠરાવની જોગવાઈ તથા જમીન મહેસુલ નિયમોના નિયમ 100 અને 101 ની જોગવાઈઓ મુજબ શરદપૂન થાય છે. જેથી દંડ વસૂલવા માટે હુકમ કરવામાં
આવે છે. પ્લોટ નં.1 થી 10 ની કુલ જમીન મંજૂરી વિના વાણિજય હેતુસર ઉપયોગ કરવા અંગે (પ્રતિ ચો.મી.ના રૂ. 0-65 પૈસા લેખે) એક વર્ષના શરતભંગ દંડની રકમ રૂ.2,62,600 લેખે 5 વર્ષના શરતભંગ દંડની રકમ રૂ. 13,13,000 વસૂલ કરવાનો હૂકમ કરવામાં આવ્યો છે. જોકે આ જમીનનો વાણિજય હેતુનો પ્રતિ ચોરસ મીટર રૂ.30 લેખે રૂપાંતર કરની રકમ વસુલ કરવાનો થાય છે.
મુળ ઉદ્યોગ હેતુ માટે બીનખેતી પરવાનગી વખતે પ્રતિ ચો.મી. રૂ.30 મુજબ રૂપાંતર કર નકકી થયેલો હોવાથી તફાવતનો રૂપાંતર કર વસુલ લેવાપાત્ર બનતો નથી. આમ શરતભંગ દંડની રકમ રૂ.13.13 લાખ સરકારની પ્રવર્તમાન સુચનાનુસાર ભરપાઈ કરવાની રહેશે. આ જમીનનો છેલ્લા 5 વર્ષથી વાણિજય હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો. તે સમયગાળા માટે પ્રતિ ચો.મી. રૂ. 8- 65 પૈસા લેખે બીનખેતી આકાર તથા તે ઉપરના ધોરણસરના લોકલ ફંડ, શિક્ષણ ઉપકર વિગેરે હાલ સુધી વસુલ કરવાના રહેશે. આ હુકમને કારણે હેતુફેરની પરવાનગી મળેલ હોવાનું ગણાશે નહીં. સામાવાળાએ આ જમીનનો વાણિજ્ય હેતુ માટે ઉપયોગ ચાલુ રાખવો હોય તો આ હુકમની તારીખથી ત્રણ માસમાં હેતુફેર માટે નિયમ અનુસાર અરજી કરીને હેતુફેર પરવાનગી મેળવવા ધોરણસરની કાર્યવાહી કરવાની રહેશે.



