ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના ગોંડલ મુકામે ગઈકાલે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત સમાજની વૈભવતાનું પ્રતીક સમાન એવા પ્રેમનું પાનેતર લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. છેલ્લા 2 વર્ષેથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે સરદાર પટેલ સોશિયલ ગ્રુપનો ઉદેશ છે કે ફૂલની જેમ ઉછેરીને મોટી કરેલ દીકરીઓને લેઉવા પાટીદાર સમાજના આયોજકો, દાતાશ્રીઓ, આગેવાનો પિતા બની પ્રેમનું પાનેતર રૂપી 31 દીકરીઓના પ્રભુતામાં પગલાં સાથે સોનામાં સુગંધ ભળે તેજ રીતે આયોજન કરવામાં આવ્યું.
સરદાર પટેલ સોશિયલ ગ્રુપ ગોંડલ દ્વારા પ્રેમનું પાનેતર સમૂહ લગ્નમાં સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બ્લડ ડોનેશન કેમ્પમાં ઉદેશ થેલેસેમિયા ગ્રસ્ત અને ગરીબ દર્દીઓને આપવામાં આવે આ બ્લડ ડોનેશન કેમ્પમાં 700થી વધુ બોટલો એકઠી થયેલ. તેમજ કિશાન ભાઈ એ વધુમાં જણવ્યું હતું કે ત્રણ જ મહિનાની મહેનતમાં જ તમામ કાર્યક્રમ નક્કી કરીવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રતાઓ દ્વારા પુરી જહેમત ઉઠાવી 31 દીકરીઓને તમામ સવલતો તેમજ કર્યાવરમાં 100થી વધુ નાની મોટી વસ્તુઓ તેમજ સોના ચાંદીની વસ્તુઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવવી છે.
ગોંડલ ખાતે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ લેઉવા પટેલ દ્વારા પ્રેમનું પાનેતર સમૂહ લગ્ન
