જૂનાગઢ મનપાના મેયર કોણ? ચારેકોર ચર્ચાનો વિષય
મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શહેર પ્રમુખના પદ માટે લોબિંગ
- Advertisement -
તમામ પદ માટે જ્ઞાતિના સમીકરણોને ધ્યાને રાખી પદ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે ગઢ જાળવી રાખીને 48 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી છે.ત્યારે હવે મેયર કોણ તે વિષે ભારે ખેંચતાણ સાથે લોબિંગ શરુ થયું છે જોકે મેયર પદ પર આખરી મહોર તો પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મારવામાં આવશે.જયારે આ અઢી વર્ષ માટે પ્રથમ સામાન્ય પુરુષ છે પણ સામાન્યમાં કોઈપણ મેયર બનશે અને ત્યાર બાદ અઢી વર્ષ માટે ઓબીસી મહિલા મેયર બનશે તેવા સંજોગો વચ્ચે હજુ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન અને દંડક અને શાશક પક્ષના નેતાની નિમણૂંક થશે ત્યારે હજુ સંગઠનનું માળખું પણ જાહેર થયું નથી એવા સંજોગો વચ્ચે જ્ઞાતિ ગણિતના આધારે પ્રદેશ મોવડી મંડળના આદેશથી જાહેર કરાશે. જૂનાગઢ મહાનગર પાલિકામાં 60માં જોવા જઇયે તો 26 ઓબીસી, 10 લેવા – કડવા પાટીદાર, 4 બ્રાહ્મણ, 2 લુહાણા, 7 અનુસૂચિત જાતિ, 8 લઘુમતી, 1 નાગર અને એક સિંધી સમાજ માંથી ચૂંટણી જીત્યા છે.ત્યારે પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય પુરુષ છે.ત્યારે સામાન્ય મેયર પદમાં કોઈપણ મેયર બની શકે છે. જયારે ત્યાર બાદ અઢી વર્ષ માટે ઓબીસી મહિલા મેયર અનામત છે.એ ગણિતને ધ્યાને રાખીને આખરે મેયર કોણ તેવા પ્રશ્ર્ન વચ્ચે સ્થાનિક આગેવાનો અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ ગાંધીનગર સુધી લોબિંગ શરુ થયું છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે બહુમતી મેળવતાં અત્યારથી જ મેયરપદ માટેની રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. ભાજપનું એક જૂથ પોતાના જ જૂથનો વિજેતા ઉમેદવાર મેયર બને એવી, તો બીજી બાજુ ઉપરથી સેટિંગ કરવામાં માહેર વિજેતા ઉમેદવારે અત્યારથી જ મેયર બનવાની ગોઠવણ શરૂ કરી દીધી છે. આ વખતે મેયરપદ રોટેશન મુજબ સામાન્ય હોવાથી બ્રાહ્મણ, પટેલ, લોહાણા સહિતના અનેક – સમાજના ઉમેદવારોએ ચોગઠા – ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. ભાજપે સતત ત્રીજીવાર શાસન મેળવવામાં સફળતા મેળવી છે. હવે મેયર બનવા માટે લોબિંગ શરૂ થયું છે. સ્થાનિક કક્ષાએથી ટિકીટની ફાળવણી નક્કી થઈ ગઈ હતી તેવામાં ઉપરથી ભલામણ આવતા અનેક ડિઝાઈન વિખાઈ ગઈ અને તાત્કાલીક નવી ડિઝાઈન બનાવવી પડી હતી. હવે મેયર માટે પણ આવી સ્થિતિ આવે તો નવાઈ નહી. વોર્ડ નં. 10ના વિજેતા ઉમેદવાર અને શહેર ભાજપના મહામંત્રી મનન અભાણી, વોર્ડ નં.11ના ઉમેદવાર શૈલેષ દવે, વોર્ડ નં.4ના ધર્મેશ પોશીયા સહિતના અનેક વિજેતા ઉમેદવારો મેયર માટેના દાવેદાર માનવામાં આવે છે. મેયર માટેનું રોટેશન સામાન્ય હોવાથી સ્ત્રીને કે અન્ય ઓબીસી સહિતના કોઇપણને મેયર બનાવી શકેતેમ છે. ભાજપના આંતરિક સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ વખતે મેયર તરીકે સ્વચ્છ પ્રતિભા ધરાવતા મહિલાને પણ મેયર બનાવવામાં આવે તેવી શકયતાઓ પ્રબળ બની રહી છે. ભાજપ દ્વારા તમામ જ્ઞાતિના સમીકરણને ઘ્યાનમાં રાખી આગામી દિવસોમાં મેયર,ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિતના હોદાઓ અંગે નિર્ણય કરે તેવી શકયતાઓ છે.
સાંસદનો પુષ્પા અંદાજ: ફાયર નહિ વાઇલ્ડ ફાયર હે મેં.. ઝૂકેગા નહીં સાલા
જૂનાગઢ જિલ્લાની મનપા સાથે 6 પાલિકાની ચૂંટણીમાં 5ાંચ નગરપાલિકા કબ્જે કરીને ભાજપનું બુલડોઝર ફરી વળ્યું હતું ત્યારે ગત રોજ ચોરવાડ પાલિકામાં ભાજપે 24 બેઠકો માંથી 20 બેઠકો કબ્જે કરી અને કોંગ્રેસને માત્ર ચાર બેઠકો મળી હતી ત્યારે ભાજપના વાવાઝોડામાં સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાની પણ હાર થઇ હતી એવા સમયે ચોરવાડના વિજય ઉત્સવમાં ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા જીતની ખુશીમાં અલગ અંદાજ જોવા મળ્યો હતો જેમાં સાંસદે પુષ્પા ફિલ્મના અંદાજમાં મેં ફાયર નહિ વલ્ડ ફાયર હું… જુકેગા નહિ સાલા સાથે ચોરવાડ શહેરમાં ભાજપના વિજય સરઘસમાં સાંસદ જુમી ઉઠ્યા હતા.