શેરબજારમાં આગામી વર્ષમાં 30- ટકાનો કડાકો શકય:ઈકોનોમીનાં એનાલિસ્ટની ચેતવણી
દુનિયાની આર્થિક સ્થિતિ હાલમાં આમ પણ સારી નથી ત્યાં કેટલાક એક્સપર્ટ ચેતવણી આપે છે કે અમેરિકા જેવી ઈકોનોમીમાં મહામંદી આવવાની છે. તેમની આગાહી છે કે અમેરિકન શેરબજાર આગામી વર્ષમાં 30 ટકા સુધી ગગડે તેવી શક્યતા છે. બીસીએ રિસર્ચના ચીફ ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ પીટર બેરેઝિને આ ચેતવણી આપી છે.
- Advertisement -
અમેરિકામાં બધું બરાબર નથી ચાલી રહ્યું અને મહામંદીની તલવાર લટકે છે.2025ની શરૂઆતમાં અથવા મધ્યમાં શેરબજારમાં મોટા ગાબડા પડશે.આવું થશે તો એસ એન્ડ પી 500 ઈન્ડેક્સ ઘટીને 3750 પર પહોંચી જશે દુનિયાભરની આર્થિક સ્થિતિ પહેલેથી ડામાડોળ છે, બે જગ્યાએ મોટા વોર ચાલે છે ત્યારે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. આ સમાચાર અમેરિકાને લગતા છે.
માર્કેટ અને ઈકોનોમીના એક એનાલિસ્ટે ચેતવણી આવી છે કે, અમેરિકા ધીમે ધીમે મંદી તરફ આગળ વધી રહ્યું છે અને ભવિષ્યમાં એક ભયંકર મહામંદી – રિસેશન જોવા મળશે. આ દરમિયાન અમેરિકન બજારમાં શેરોના ભાવ 30 ટકા સુધી ગગડે તેવી વાત પણ તેમણે કરી છે.
બીસીએ રિસર્ચના ચીફ ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ પીટર બેરેઝિને આ ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે અમેરિકામાં બધું બરાબર નથી ચાલી રહ્યું અને મહામંદીની તલવાર લટકે છે. તેઓ માને છે કે 2025ની શરૂઆતમાં અથવા મધ્યમાં શેરબજારમાં મોટા ગાબડા પડશે. જો આવું થશે તો એસ એન્ડ પી 500 ઈન્ડેક્સ ઘટીને 3750 પર પહોંચી જશે જે હાલમાં 5500ની ઉપર ચાલે છે. એટલે કે ત્રીજા ભાગની વેલ્યૂનો સફાયો થઈ જશે. બેરેઝિનનું કહેવું છે કે આગામી મહિનાઓમાં લેબર માર્કેટ ધીમું પડશે.
- Advertisement -
ત્યાર પછી બધો આધાર કન્ઝ્યુમર સ્પેન્ડિંગ પર આવી જશે જે ઈકોનોમિક ગ્રોથનું બહુ મહત્ત્વનું ડ્રાઈવર છે. કોઈ પણ જગ્યાએ ફુગાવો અને બેરોજગારી વચ્ચે એક સંબંધ હોય છે અને આ સંબંધ ફિલિપ્સ કર્વથી માપવામાં આવે છે.
આ મંદી 2022 અને 2023માં પણ આવવાની હતી પરંતુ તે સમયે મંદી ટાળવામાં અમેરિકા સફળ થયું કારણ કે અમેરિકન ઈકોનોમી ફિલિપ કર્વમાં એકદમ નીચે હતી. હવે લેબર માર્કટમાં બહુ ચિંતાજનક સ્થિતિ છે. લેબર ડિમાન્ડ ઓછી છે, તેના કારણે મજૂરોના પગાર ઘટશે અને જોબ ઓપનિંગ પણ ઘટશે.