ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનીટ – ન્યારી ઝોન ઈલેકટ્રીક અને મીકેનીકલ વિભાગ દ્વારા પ્રી-મોનસૂન કામગીરી અંતર્ગત ન્યારી-1 ડેમ સાઈટ પર કાર્યરત ડેમના રેડીયલ ગેઇટ તથા મશીનરીનીની સર્વિસિંગ-રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદી પાણીની આવકના કારણે અથવા કોઈ પણ ઈમરજન્સી સમયે ગેઇટ ખોલવાના સંજોગો ઉપસ્થિત થાય ત્યારે કોઈ ટેકનીકલ ખામી ન સર્જાય તે હેતુથી તમામ 11 રેડીયલ ગેઇટને ખોલી તથા બંધ કરી વર્કિંગ ચેક કરવામાં આવ્યુ તેમજ ગેઇટ ઓપરેટીંગની તમામ મશીનરીમાંથી જુનું ઓઈલ તથા ગ્રીસ દુર કરી જરૂરી લુબ્રીકેશન કરવામાં આવ્યુ તે સાથે પેનલનું ટેસ્ટીંગ કરી સ્થળ પર પાવર બંધ થવાના સંજોગોમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રાખવામાં આવેલા ડીઝલ જનરેટર સેટની સર્વિસ અને વર્કિંગ ચેક કરવામાં આવ્યુ હતું.



