ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.6
ગીર સોમનાથ જિલ્લામાં પ્રી-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં પાણી ન ભરાય એ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ જ ઉપક્રમે કોડીનાર શહેરના ભગીરથ સોસાયટી અને બિલેશ્વર સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર ખુલ્લી કરવાની અને નાળાઓની સફાઇ ની કામગીરી કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા ચોમાસા પહેલા વિવિધ કામગીરી હાથ ધરીને નાગરિકોને કોઈ અગવડતા ન પડે એ રીતે પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે.