ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં પોલીસ પરિવારને સીપીઆર તાલીમ અપાઇ હતી જેમાં અધિકારી સહિતના કર્મીઓ સાથે હોમર્ગાડ, જીઆરડી જવાનોને તાલીમ આપવામાં આવી હતી. જે તાલીમ કારગર નિવડી હતી.
જૂનાગઢ ગિરનાર ક્ષેત્રમાં લાખો યાત્રાળુઓ આવે છે ત્યારે અનેકવાર હાર્ટએટેકના બનાવો સામે આવ્યા છે. ત્યારે ગિરનાર તળેટીમાં દર્શને આવેલા મહારાષ્ટ્રના મોસરી ગામના દિલીપભાઇ કાંઢે (ઉ.વ.પપ)ને અચાનક હાર્ટએટેક આવતા રોપ-વે પાસેના ગેઇટ પાસે ઢળી પડ્યા હતા. એ દરમિયાન ફરજ પર હાજર રહેલ જીઆરર્ડી જવાન મનુભાઇ હમીરભાઇ મકવાણા તૂરંત દોડી આવ્યા હતા અને સીપીઆર આપતા ઢળી પડેલ મહારાષ્ટ્રના પ્રવાસી સ્વસ્થ થયા હતા અને તૂરંત એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ પરિવારના મોભીનો જીવ બચી જતા પોલીસ પરિવાર અને જીઆરડી જવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. થોડા દિવસો અગાઉ પોલીસ પરિવારને સીપીઆર તાલીમ કઇ રીતે આપવી તેના માટે ખાસ કેમ્પો યોજાયા હતા. જેના લીધે હૃદયરોગના હુમલાના કેસમાં સીપીઆર કંઇ રીતે અપાઇ તેની તાલીમથી જીઆરડી જવાને એક પ્રૌઢની જીંદગી બચાવી લીધી હતી.