મહેસાણાના તરભ વાળીનાથ ધામ ખાતે વડાપ્રધાન મોદીએ ગર્ભગૃહમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. અહીં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, સોમનાથ મહાદેવ બાદ આ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર છે.
- Advertisement -
વડાપ્રધાન મોદીએ વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલીંગની પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાળીનાથ ધામ ખાતે 1 કલાક 25 મિનિટ જેટલું રોકાશે. જેમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ રૂ. 13000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે.
#WATCH | Prime Minister Narendra Modi holds a roadshow in Mehsana, Gujarat. pic.twitter.com/TdPH393W1R
— ANI (@ANI) February 22, 2024
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી સભા સ્થળે પહોંચ્યા. જ્યાં તેઓએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અહિં તેઓ લોકોને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરભ વાળીનાથ મંદિરે ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા વિધિ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરભ વાળીનાથ ધામ પહોંચ્યા છે. જ્યાં તેઓએ હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાનના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
જાણો કેવું છે તરભ શિવધામ વાળીનાથ મંદિર ?
આ મંદિરમાં મુખ્ય ત્રણ શિખર આકાર પામ્યા છે જેના મુખ્ય ગર્ભ ગૃહમાં ભગવાન શ્રી વાળીનાથ મહાદેવ જમણી બાજુએ બીજા ગર્ભ ગૃહમાં ગુરુ શ્રી દત્તાત્રેય ભગવાન અને ડાબી બાજુએ ત્રીજા ગર્ભ ગૃહમાં કુળદેવી પરમબા ભગવતી હિંગળાજ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પામવાની છે. નાગર શૈલીમાં નવનિર્મિત આ ભવ્યાથી ભવ્ય સંપૂર્ણ શિવાલય ભારત વર્ષના મશહૂર સ્થાપત્યકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરિસ્સાના ઉત્તમ શિલ્પકારોની બેનમૂન કોતરણી અને ઝીણવટ ભરી નકશીકામ દ્વારા આશરે 10 વર્ષના અથાગ પુરુષાર્થ અને ખંત થી નિર્માણ પામ્યું છે મંદિરમાં 68 ધર્મ સ્થંભો ઉપર સુશોભિત મહાકાય શિવાલયની ઊંચાઈ 101 ફૂટની છે. જેની લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. મંદિરમાં વપરાયેલ પથ્થર નું ક્ષેત્રફળ 1.5 લાખ ઘન ફૂટ છે. ઐતિહાસિક નુતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે. મંદિર બનાવવા માટે બંસી પહાડ પથ્થરનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્તમાન યુગમાં બંસી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર આજીવન ભારતીય શિલ્પ કલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.