ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
આગામી શ્રાવણ માસનો સોમવાર 5 ઓગસ્ટથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સોમનાથ મંદિરે ભાવિકોની ભારે ભીડ, ટ્રાફિક તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પ્રભાસ પાટણ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.
- Advertisement -
જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયબ પો. અધિક્ષક વિ.આર. ખેંગાર તથા પ્રભાસ પાટણ પી.આઈ. એમ.વિ. પટેલ 1 પી.આઈ, 7 પીએસઆઇ, 40 જીઆરડી, 19 હોમગાર્ડ્સ, 15 ટીઆરબી અને 120 પોલીસ જવાન ખડેપગે રહેશે. સોમનાથ શંખ ચક્ર સર્કલથી ત્રિવેણી ઘાટ, સોમનાથ મંદિર પ્રવેશ દ્વાર સુધી સુરક્ષાકર્મી તૈનાત રહેશે. મોબાઈલ વાન સતત ફરતું રહેશે અને ચેકપોસ્ટ પર તમામ વાહનોનું ચેકીંગ થતું રહેશે.