PGVCLનાં અધિકારી અવળચંડાઇ : કહ્યું,વિરોધ પ્રદર્શન જે કરવું હોય તે કરો
15 દિવસથી લાઇટનાં ધાંધીયા : રાત્રીનાં લાઇટ જતી રહ્યાં બાદ આવતી નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડાનાં અમરગઢ સહિતનાં ગામડાનાં લોકોને પીજીવીસીએલ માનસીક ત્રાસ આપી રહ્યું છે. છેલ્લા 15 દિવસથી સતત વીજ ધાંધીયાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બીજી તરફ પીજીવીસીએલનાં અધિકારીઓનું અવડચંડાઇ ભર્યુ વર્તન લોકોનાં ગુસ્સામાં વધારો કરી રહ્યું છે. અધિકારીને ફોન કરતા કહ્યું કે, વિરોધ પ્રદર્શન જે કરવું હોય તે કરો.
મેંદરડા તાલુકામાં ચોમાસા અને તહેવારનાં દિવસમાં પીજીવીસીએલની હેરાનગતી વધી છે. મેંદરડાનાં અમરગઢ અને આસપાસનાં ગામડામાં તહેવારનાં ટાણે વીજ ધાંધીયા વધતા લોકોમાં રોષ ફેલાયો છે.
પીજીવીસીએલનાં અધિકારીઓ પણ જાણે લોકોને માનસીક ત્રાસ આપતા હોય તેવું વર્તન કરી રહ્યાં છે. યોગ્ય જવાબ આપવાની જગ્યાએ લોકો સાથે અયોગ્ય વર્તન કરી રહી છે.
મેંદરડાનાં અમરગઢ અને આસપાસનાં ગામડામાં છેલ્લા 15 દિવસથી વીજ ધાંધીયા છે. દિવસનાં અનેક વખત લાઇટ જતી રહે છે. રાત્રીનાં સમયે પણ લાઇટ જતી રહે તો અનેક વખત આખી રાત લાઇટ આવતી નથી. તહેવારનાં દિવસોમાં લોકો હેરાન થઇ રહ્યાં છે. પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી. આ અંગે લોકોએ અધિકારી સોનીને ફોન કર્યો તો વૃક્ષોનાં કારણે લાઇટનાં ધાંધીયા હોવાનાં જવાબ આપ્યાં હતાં. તેમજ લોકોએ કહ્યું કે, વિરોધ કરવો પડશે.તો કહ્યું કે,વિરોધ પ્રદર્શન જે કરવું હોય તે કરો.
અધિકારી દ્વારા આ પ્રકારે જવાબ મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમજ આવા જવાબ આપનાં અધિકારી સામે કાર્યવાહની માંગ પણ ઉઠી છે. તેમજ તહેવારનાં દિવસોમાં સમયસર વીજ પુરવઠો આપવાની માંગ કરાઇ છે. યોગ્ય કરવામાં નહી આવે તો લોકોએ ઉગ્રઆંદોલન કરવાની ફરજ પડશે તેવું લોકોએ રોષભેર જણાવ્યું હતું.
- Advertisement -
પ્રિ-મોન્સુનની કામગીરી કાગળ ઉપર થઇ ?
અધિકારીનું કહેવું છે કે,વૃક્ષોનાં કારણે લાઇટનો પ્રશ્ર્ન છે. ઉનાળામાં પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવ ન હતી ?. કામગીરી કરવામાં આવી હોય તો વીજ ધાંધીયા કેમ થાય છે ?. શુ આ કામગીરી કાગળ ઉપર થઇ હતી ?. સહિતનાં સવાલ ઉઠ્યાં છે. તેમજ મેંદરડા પીજીવીસીએલની પ્રિમોન્સુનની કામગીરીનો યોગ્ય તપાસ કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાય તેમ છે. ચોમાસાની જાણે પીજીવીસીએલને ખબર જ ન હોય તેવું તેમનાં જવાબ ઉપરથી લાગી રહ્યું છે.