TRP પછી RMCએ નાની માછલીઓને જ પકડી, મગરમચ્છોને સ્પર્શ પણ ન કર્યો!
એટલાન્ટિસમાં ફાયર સિસ્ટમ પણ બંધ હાલતમાં હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગમાં ધૂળેટીના દિવસે આગ લાગતા ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા. આ સમગ્ર મામલામાં મોટો ઘટસ્ફોટ થયો છે. જે ઈમારતમાં કરોડો રૂપિયાની કિંમતના ફ્લેટ આવેલા છે તેમાં છેલ્લા દસ વર્ષથી ગઘઈ રિન્યૂ કરાવાયું ન હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મનપાના ઇન્ચાર્જ ઈઋઘ અશોકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, રાજકોટની એટ્લાન્ટિસ બિલ્ડિંગ દ્વારા 2014 પછી રીન્યુ કરાવવામાં આવેલ નથી. ફાયર સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં ન હતી. મનપા દ્વારા વર્ષ 2021 અને 2023માં ફાયર ગઘઈ રીન્યુ કરાવવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. રેસિડન્સ બિલ્ડીંગ હોવાથી સીલ કરવામાં આવ્યું ન હતું. નિયમ મુજબ ફાયર ગઘઈ ન હોય તો બિલ્ડીંગને સીલ માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. રાજકોટ ફાયર વિભાગને આગ લાગવાનો કોલ 10.17 વાગ્યે મળ્યો હતો જે બાદ ફાયરની ટિમ પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ બુજાવવા અને રેસ્કયૂ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગમાં સ્મોક વધારે થઇ જતા કાચ તોડી સ્મોક બહાર કાઢવા કામગીરી કરવામાં આવી હતી. દોઢ કલાક બાદ આગ કાબુમાં આવી હતી.
લોડ માટેનો વાયર મીટરમાંથી જતો હોય, તે ગ્રાહકમાં આવે છે, જેથી અંદર ઇન્ટર્નલ વાયરિંગમાં શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હોવાનુ અનુમાન છે. ફ્લેટનું વાયરિંગ ઘણું ડેમેજ થયેલું છે, પરંતુ એ આગ લાગી હોવાને કારણે પણ ડેમેજ થયું હોઈ શકે છે, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. કઈ જગ્યાએ અને શા કારણે શોર્ટસર્કિટ થઈ એ સૌથી અગત્યની બાબત છે.
PGVCL ટીમે ગ્રાઉન્ડ ફ્લોર પર ટ્રાન્સફોર્મર અને વીજમીટર ચકાસ્યું
સમગ્ર મામલે રાજકોટ PGVCLના ડેપ્યુટી એન્જિનિયર એ.એમ.વાઘેલાએ જણાવ્યું હતું કે 150 ફૂટ રિંગરોડ પર બિગબાઝારની સામે આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હોવાની જાણ થતાં PGVCLના એઝિક્યુટિવ એન્જિનિયર તપન વોરા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચી ઙૠટઈક ટીમે પ્રથમ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેલું ટ્રાન્સફોર્મર તપાસ્યું હતું અને PGVCLનું વીજમીટર પણ ચકાસ્યું હતું, જોકે એ બંનેમાં કોઈ જ ખામી જોવા મળી ન હતી.