સ્પર્ધામાં 18 ગોલ્ડ, 14 સિલ્વર અને 15 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
તાજેતરમાં જુનાગઢ ખાતે નિહાન શુભકાઈ શિતોર્યુ ઇન્ડિયા દ્વારા આયોજિત રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં પોરબંદરના એક્સટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના કરાટે વિદ્યાર્થીઓએ 47 મેડલ મેળવી પોરબંદરને પ્રથમ સ્થાન અપાવ્યું છે. આ સ્પર્ધામાં 18 ગોલ્ડ, 14 સિલ્વર અને 15 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. કાતા અને કુમિતે જેવી કઠિન સ્પર્ધાઓમાં આ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોરબંદરનું નામ રોશન કર્યું છે. સ્પર્ધાનું આયોજન ક્યુશી શિહાન વિજય ભટ્ટ ના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરના અનેક જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.એકેડમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સુરજ મસાણી એ આ સફળતા માટે તમામ વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત સ્પર્ધાના જજ અને ઇન્સ્ટ્રક્ટર્સને પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
- Advertisement -
મેડલ વિજેતા વિદ્યાર્થીની યાદી
ગોલ્ડ મેડલ: હીતાર્થ વિશાલભાઈ પંડ્યા, પર્વ તુષારભાઈ મેહતા, અરનવ સચિનભાઈ કનોજીયા, વિહાન પ્રથમેશભાઇ ગિરનારી, શૌર્ય જીજ્ઞેશ મજીઠીયા, દીયા અમિતકુમાર સાદીયા, ટ્વિશા જગદીશભાઈ પાંજરી, દર્ષ્ટિ અશોકભાઇ થાનકી, ધ્વનિ મહેન્દ્રભાઈ પટેલ, હીર જયેશકુમાર ભોગાયતા
સિલ્વર મેડલ: વિવાન અશોકભાઈ થાનકી,ભરત ચેતનભાઈ રાઠોડ,અબ્દુલ કાદિર શેખ,દેવ ભરતભાઈ મયારીયા,ક્રિશા નિલેશભાઈ ઓડેદરા, પ્રિયંકા મનીષભાઈ જોશી ,રાધિકા કમલભાઈ પાઉં, વ્યાપ્તી ધિરેન્દ્રકુમાર ગોંડલીયા
બ્રોન્ઝ મેડલ: રાઘવ પ્રજ્ઞેશભાઇ જુંગી,હરપાલસિંહ રાજદીપસિંહ જેઠવા,ધ્રુમિલ ગૌરાંગભાઈ વાજા,આર્યન કમલેશભાઈ કાણકીયા,હસ્તી યકિંનભાઇ દાવડા, વ્રીન્દા કુમારભાઈ જોષી