કમલાબાગથી જૂના ફૂવારા સુધી નિયમભંગ કરનાર વાહનચાલકો પર દંડાત્મક કાર્યવાહી કરાશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા એકી-બેકી પાર્કિંગના નિયમનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. આહિરના માર્ગદર્શન હેઠળ કમલાબાગથી જૂના ફુવારા સુધી રોડની બંને બાજુ પર પાર્કિંગના સાયનબોર્ડ અને સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે. પીએસઆઈ કે.બી. ચૌહાણ અને તેમની ટીમે પાંચ દિવસ સુધી ફૂટ પેટ્રોલિંગ દ્વારા લોકો અને વેપારીઓને આ નવા નિયમો અંગે માહિતગાર કર્યા હતા તેમજ નિયમોની પત્રિકા અને માર્ગદર્શિકાનું વિતરણ કર્યું હતું. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલકો સામે હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક પોલીસને આશા છે કે આ પગલાંથી શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા સુધરશે અને ટ્રાફિક સરળ બનશે.