ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર જિલ્લા પોલીસ અધ્યક્ષ ભગીરથ સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ માર્ગ અકસ્માત અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા રીફલેકટર્સ લગાડવાની કામગીરી કરવામાં આવી છે. હાઈવે ઉપર અકસ્માતના બનાવો ન બને તે માટે ટ્રાફિક પોલીસની ટીમ વાહનોમાં રીફલેકટર્સ લગાડી રહી છે. માર્ગ અકસ્માતોના નિવારણ માટે શ્રેષ્ઠ કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા થઈ રહી છે. હાઈવે ઉપર રીફલેકટર્સ વિનાના પસાર થતા વાહનોમાં રીફલેકટર્સ લગાડવાની શ્રેષ્ઠ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે, અને ટ્રક ચાલકોને રીફલેકટર્સ રેડિયમ પટાવો લગાડવા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સૂચના આપવાની સાથોસાથ તેઓ વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોમાં રીફલેકટર્સ, રેડિયમ પટ્ટા લગાવાયા
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/10/પોરબંદર-ટ્રાફિક-પોલીસ-દ્વારા-વાહનોમાં-રીફલેકટર્સ-રેડિયમ-પટ્ટા-લગાવાયા-860x571.jpg)