ચોપાટીના વિકાસ માટે રાજયસરકાર ગ્રાન્ટ ફાળવે તેવી કોંગ્રેસેની રજુઆત
ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર કોંગ્રેસના રામદેવભાઈ મોઢવાડિયાએ રાજયસરકારને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,જુન મહિનામાં બિપોરજોય વાવાઝોડાને લીધે પોરબંદરની ચોપાટીને ખુબ મોટું નુકશાન થયું હતું, સમુદ્રના તોફાની મોજા ચોપાટીના મુખ્ય રોડ ઉપર પહોચી ગયા હતા,અને તેના કારણે શ્રીરામ સ્વીમીંગ કલબના સ્વીમીંગ પોઈન્ટ પાસે વર્ષો પહેલા બનાવામાં આવેલી સુંદર બેઠક વ્યવસ્થાને પણ ખુબ જ મોટું નુકશાન થયું હતું.આ બેઠક વ્યવસ્થા અને તેની નીચેના સિમેન્ટના સ્લેબ જમીનની સપાટી ઉપરથી ઉખડીને બહાર આવી ગયા હતા, એટલું જ નહી પરંતુ ચોપાટીની ફુટપાથ પર અનેક જગ્યાએ ભાંગીતુટી ગઈ હતી.
મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં રામદેભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડું જુન મહિનામાં આવ્યું હતું અને હાલ સપ્ટેમ્બર મહિનો અડધો વીતી ગયો છે, વાવાઝોડાના ત્રણ મહિના પછી પણ ચોપાટીની પરિસ્થિતિ યથાવત છે અને તેમાં રતિભાર સમારકામ કરવામાં આવ્યું નથી ,તાજેતરમાં જ પોરબંદરના જન્માષ્ટમીના પાંચ દિવસીય લોકમેળાનું ભવ્ય આયોજન થયું હતું,ત્યારે પણ બેઠક વ્યવસ્થા ભાગેલી-તુટેલી હોવાથી લોકોને બેસવા માટે તકલીફ પડતી હતી. જેથી યોગ્ય કરવા જણાવવામાં આવ્યુ છે.