ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.17
પોરબંદર શહેરમાં સુરક્ષા અને સોની વેપારીઓના દાગીના સુરક્ષિત રહે તે માટે જિલ્લા પોલીસ વડાના નિર્દેશન હેઠળ જઘૠ (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ટીમે શહેરની સોની બજારમાં તપાસ વધારી છે. આ પગલાં તાજેતરમાં રાજકોટમાં બનેલી ઘટના અનુસંધાનમાં લેવામાં આવ્યા છે, જ્યાં બંગાળી કારીગર એક સોની વેપારીના દાગીના લઇ જતા પકડાયા હતા. રાજકોટમાં બનેલી આ ઘટના બાદ, પોરબંદર જિલ્લા પોલીસ વડાએ પોરબંદર SOG ઇન્ચાર્જ પીઆઇ આર.પી. ચુડાસમાને આદેશ આપ્યો હતો કે પોરબંદર શહેરમાં કામ કરતા તમામ બંગાળી કારીગરોની ચકાસણી કરવામાં આવે.
- Advertisement -
SOG ટીમે તત્કાલે આ આદેશનું પાલન કરતા શહેરની સોની બજારમાં કાર્યરત તમામ બંગાળી કારીગરોની તપાસ શરૂ કરી છે. આ પ્રક્રિયા દરમિયાન, બંગાળી કારીગરોની ચકાસણી કરવામાં આવી અને તેઓની અદ્યતન યાદી તૈયાર કરવામાં આવી છે. જઘૠ ટીમે સોની વેપારીઓ સાથે મીટીંગ કરીને, આ પ્રકારની ઘટનાઓથી બચવા ખાસ તકેદારી રાખવા અને અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ ન કરવા સૂચના આપી છે.આ અભિયાન દ્વારા સોની વેપારીઓમાં જાગૃતિ લાવવા અને સુરક્ષા વધારવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી રાજકોટ જેવી ઘટના પોરબંદરમાં ન બને.