રાજકોટમાંથી અપહરણ કરાયેલાં વેપારીને કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના PI વી.પી. પરમાર અને SOGના PI એચ.બી. ધાંધલ્યાની ટીમે આરોપીઓને દબોચી લીધા
ત્રણેય આરોપીની અટકાયત કરી 5.25 લાખની વર્ના કાર અને 1.10 લાખનો મોબાઈલ કબજે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર એસઓજી પોલીસને રાજકોટના વેપારીના અપહરણ તથા લૂંટના ગુનાને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. રાજકોટના ગોંડલ ચોકડી નજીક બ્લેક કલર કારમાંથી વાહીદ નામના વ્યક્તિનું અપહરણ થયું છે અને તે પોરબંદર તરફ આવી રહ્યા છે તેવી જાણ પોરબંદર કંટ્રોલમાં કરવામાં આવી હતી. જેના આધારે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.પી.પરમાર અને તેની ટીમે તથા એસઓજીના અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.બી.ધાંધલ્યાને માહિતી મળી કે, કાળા કલરની વર્ના કાર જુબિલી તરફ તરફ જવાની છે. ત્યારે તમામ સ્ટાફે સ્થળ પર જઈને વર્ના કાર રોકાવી તપાસ કરતા ચાર શખ્સોન રાજુ ઓડેદરા, રાજુ લીલા ઓડેદરા, રાયદે ઓડોદરાની પૂછપરછ કરતા કબૂલ્યું હતું કે, તેઓએ રાજકોટથી વાહીદ અબ્રાહમનુ અપહરણ કર્યું છે. ત્યારે પોરબંદર પોલીસે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને ત્રણેય આરોપીની અટકાયત કરી 5.25 લાખની વર્ના કાર અને 1.10 લાખનો મોબાઈલ કબજે કર્યો છે. આ કામગીરીમાં પોરબંદર કીર્તિમંદિરના પીઆઈ વી.પી.પરમાર, એસઓજી ઈન્ચાર્જ પીઆઈ એચ.બી.ધાંધલ્યા, એસઓજીના સ્ટાફ, પીએસઆઈ એમ.એલ.આહીર સહિતના અધિકારીઓ રોકાયેલા હતા.