આમંત્રિત પત્રકારોને માહિતી ખાતા દ્વારા બોલાવવાના બદલે મનફાવે તેમ બોલાવી લેવાયા
પત્રકારના સ્વાંગમાં દેશદ્રોહી પણ હોઇ શકે છે તે બાબતને નજર અંદાજ કરી દેવાઇ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદરમાં યોજાયેલ નેવીની સીવીજીલ કવાયતમાં યુદ્ધ જહાજોની સુરક્ષા સાથે બેદરકારી દાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમંત્રિત પત્રકારોને માહિતી ખાતાના માધ્યમથી બોલાવવાના બદલે મનફાવે તેમ બોલાવી લેવાયા હતા અને પત્રકારના સ્વાંગમાં દેશદ્રોહી પણ હોઇ શકે છે તે બાબતને નજર અંદાજ કરી દેવાઇ હતી.
પોરબંદરમાં નેવી દ્વારા સીવીજીલ કવાયત શરૂ કરવામાં આવી છે જેમાં નેવીની વિવિધ કામગીરી અંગેનું નિદર્શન કરવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે પોરબંદરની જેટી પર નેવીના વોર શીપ ઈંગજ તલવાર પર પત્રકારોને આમંત્રીત કરવામાં આવ્યા હતા અને ત્યાં નેવીના ફલેગ ઓફીસર કમાન્ડીંગ ગુજરાત દમણ અને દીવ રીઅલ એડમીરલ સતીષ વાસુદેવે પત્રકારોના આ કાર્યક્રમ અંગે મીડીયા બ્રીફ આપ્યું હતું. પરંતુ આ સુંદર કાર્યક્રમમાં નેવીના તરવરીયા ઙછઘ પલાશ નાયડુએ મોટી ભૂલ કરી નાખી હતી અને આમંત્રિત પત્રકારોને વેરીફીકેશન કરી જીલ્લાના માહિતી વિભાગ અંતર્ગત કે જીલ્લા કલેકટર અથવા તો જીલ્લા પોલીસ વડાને સાથે રાખીને આમંત્રિત કરવાને બદલે આડેધડ પોતાની વિવેકબુદ્ધિપુર્વક ! આમંત્રિત કરી દીધા હતા. જેને લીધે આવેલા આમંત્રિત પત્રકારો, પત્રકારો જ છે કે કેમ તેનું યોગ્ય વેરીફીશન થઇ શકયું ન હતું જેથી પાછળથી નેવીના અન્ય અધિકારીઓને અડધો કાર્યક્રમ પતી ગયા બાદ આ વેરીફીકેશનની પ્રક્રિયા કરવી પડી હતી.
પત્રકારનું અપમાન કરી બહાર નીકળી જવાનું કહેવાયું
- Advertisement -
પોરબંદરમાં યોજાયેલ નેવીની સિવિલ કવાયતમાં મન ફાવે તે રીતે પત્રકારોને બોલાવી લેવામા આવ્યા હતા ત્યારે ત્યાં અંદર રહેલા એક સિનિયર પત્રકારે આ અંગે સવાલ ઉઠાવતા ત્યાંના એક મનમાની કરનારા અધિકારીએ પત્રકારને કવાયતમાંથી અને શીપમાંથી બહાર નીકળી જવાનું કહી દીધું હતું જો કે આ બાબતે સિનિયર પત્રકારે નેવી ના તેમના ઉપલા અધિકારીને જાણ કરતા અધિકારીને માફી માંગવાનો વારો આવ્યો હોવાની ચર્ચા પણ પત્રકારોમાં જોવા મળે છે