કેસના ત્રીજો આરોપી રાજુ લખમણ બે દિવસના પોલીસ રિમાન્ડ પર
આરોપીઓને શોધી કાઢવા પોલીસની ચાર ટીમો બનાવવામાં આવી હતી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદરમાં સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના સંવેદનશીલ કેસમાં પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. પોરબંદર એસ.પી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કઈઇ સહિત તમામ ટીમોની સતત મહેનતને લીધે ફરાર આરોપીઓ ઝડપાયા.
આ કેસના મુખ્ય આરોપી જયરાજ દિલીપ સુંડાવદરાને એલસીબી પોલીસે બાતમીના આધારે અમદાવાદના એસ.જી હાઈવે પરથી ઝડપી લીધો છે. બીજી તરફ ત્રીજા આરોપી રાજુ લખમણ મૂડીયાસિયાને પકડી કોર્ટે તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો છે. આ કેસ મુજબ, તા. 22 જુલાઈની રાત્રે પોરબંદરના જીઆઈડીસી રેસીડેન્સીમાં રહેતો આરોપી જયરાજ દિલીપ સુંડાવદરા રાત્રે 12:30 વાગ્યે સગીરાને નાસ્તા માટે લઈ જઈએ એમ કહીને કારમાં લઈ ગયો હતો. પોલીસે જણાવ્યા મુજબ તેણે રસ્તામાં સગીરાને કોઈ કેફી પદાર્થ પીવડાવ્યો અને તેને પોતાના વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયો હતો. જ્યાં જયરાજ સહિત મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ અને મેરગ ઉર્ફે મેરુ જેઠા સિંધલે સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું.
આરોપીઓએ સગીરાને શારીરિક ઈજા પહોંચાડતા તેમનાં હાથ અને પગ પર સિગારેટથી ડામ મારવામાં આવ્યા હતા. બાદમાં સગીરાને સફેદ કલરની કારમાં પ્રથમ ચોપાટી અને પછી કાળા કલરની ઓડીકારમાં અન્ય આરોપી રાજુ લખમણ મૂડીયાસિયાની મદદથી ગામ તરફ લઈ ગયા હતા. ત્યાં મેરુએ તેને લીંબુ પાણી પીવડાવ્યું હતું. સવારે લગભગ 4:30 વાગ્યે આરોપીઓએ કારમાં બેસાડી સગીરાને પાછા ઘરે મુકી દીધી હતી.
લોકલ ક્રાઈમ બ્રાન્ચે અગાઉ આરોપી મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ અને મેરુ જેઠા સિંધલને પકડી જેલ હવાલે કર્યા છે.
રવિવારે કેસના ત્રીજા આરોપી રાજુ લખમણ મૂડીયાસિયાની ધરપકડ કરી ત્રણ સ્થળે રિક્ધસ્ટ્રક્શન પંચનામું કરાયું. પોલીસે વધુ પૂછપરછ માટે તેની રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યો છે.
હવે મુખ્ય આરોપી જયરાજની ધરપકડ બાદ સમગ્ર ઘટના અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. પોરબંદરના આ ચોંકાવનારા દુષ્કર્મ કેસની પોલીસ ત્વરિત અને તટસ્થ તપાસ કરી રહી છે.