નવી ટેક્નોલોજીથી કરાયેલા બાંધકામમાં ભ્રષ્ટાચાર
ખાસ-ખબર સંવાદદાતા
લાઈટ હાઉસ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી સતત મનપાએ તેના વખાણ કર્યા અને પોતે જ કામ કરી રહી છે તેવું વલણ દાખવ્યું હતું. આવાસ બનતા જ રહેવાસીઓને કડવો અનુભવ થઈ રહ્યો છે અત્યંત નબળા કામથી છતમાંથી પાણી ટપકી રહ્યા છે.
- Advertisement -
ફરિયાદ આવતા મનપાએ હવે ફેરવી તોળ્યું છે અને કામ કેન્દ્ર સરકારમાંથી ચાલતું હોવાથી સીધા કોન્ટ્રાક્ટરને ફરિયાદ ન કરી શકાય એટલે સરકારે નીમેલી એજન્સીને પત્ર લખાશે. રાજકોટ શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત આવાસોનું નિર્માણ કરાયું છે.
આ પ્રોજકેટ ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ અંતર્ગત શરૂ કરાયો હતો અને લાઈટ હાઉસ એટલે કે બાંધકામની એવી ટેક્નોલોજી જે નવી અને ટકાઉ સાબિત થાય. આ માટે તમામ ગ્રાન્ટ કેન્દ્ર સરકારે આપી હતી. પ્રથમ તબક્કે રાજકોટ સહિત 6 શહેરોની પસંદગી થઈ હતી અને બધાએ અલગ અલગ રીતની આવાસ નિર્માણનું કામ ચાલુ કર્યું હતું. જે પૈકી રાજકોટમાં ટનલ ફ્રેમવર્કનો ઉપયોગ કરી મોનોલિથીક કોન્ક્રિટ ક્ધસ્ટ્રક્શનની પધ્ધતિ અપનાવાઈ હતી.